- સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તોને રોકડ સહાય
- ઉના તાલુકાના ગામડાઓમાં અસરગ્રસ્તોને સહાય
- મામલતદાર અને TDOએ ઝૂંપડામાં જઇને આપી સહાય
ગીર સોમનાથ: તૌકતે વાવાઝોડાંથી પ્રભાવિત થયેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાં વખતે સ્થળાંતરિત કરાયેલા કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અને જોગવાઇ મુજબ આજથી કેસ સહાય ચૂકવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉના તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા અને જામનગરથી વાવાઝોડાં કામગીરી માટે આવેલા મામલતદાર અક્ષય વ્યાસ તેમજ સંબંધિત તલાટીઓ અને સરપંચશ્રીઓની ઉપસ્થિતિમાં કેસ ડોલ સહાય ચુકવવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ પરિવારની મદદ વડે તૈયાર કરવામાં આવી 1500 કીટ, અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવશે
કેસ ડોલ ચૂકવવાની કામગીરી શરૂ