સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ગીરસોમનાથમાં વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ વેરાવળ નજીક અરબીસમુદ્રમાં પ્રચંડ મોજાઓ ઉછળી રહ્યા છે. ભારે પવનના કારણે સોમનાથના દરિયો માછીમારો માટે ખેડવો જોખમરૂપ બન્યો છે. વેરાવળ બંદરે કોઈ પ્રકારનું સિગ્નલ તો હજુ લગાવવામાં નથી આવ્યું, પરંતુ મોટાભાગે માછીમારોએ સાવચેતી રૂપે દરિયામાં જવાનું ટાળ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદથી અરબીસમુદ્રમાં પ્રચંડ મોજાઓ ઉછળ્યાં
ગીર સોમનાથઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમુક જિલ્લાઓમાં મેઘરાજા કોપાયમાન થતા સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણના પગલે અરબીસમુદ્રમાં ભારે મોજાઓ અને તોફાની પવનના કારણે સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે.
heavy rainfall
અરબી સમુદ્રમાંથી પસાર થઈ આવતા પવનોના કારણે વેરવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો ઝૂલી રહ્યા છે. આ પવનો વાયુ વાવાઝોડાનો સમયની યાદો તાજી કરતો હોય તેમ લોકોમાં પણ ભય પ્રસર્યો છે. તદ્ઉપરાંત ગીરસોમનાથમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હોવાથી ભારે પવનો વાદળને દૂર લઈ જવાનું કામ કરતા હોવાથી લોકોમાં વરસાદ પૂરતો ન પડ્યો હોવાની ચિંતા પણ છે.