કેબિનેટ બેઠકમાં ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટમાં પડેલા ભારે વરસાદની સમીક્ષા ગાંધીનગર: સૌરાષ્ટ્ર ઝોનમાં 24 કલાકમાં ફરીથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં 20 ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે અને પરિસ્થિતિ ખરાબ થઈ છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પણ વરસાદની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
24 લોકોનું રેસ્ક્યુ:ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટના જિલ્લાઓમાં અને તાલુકાઓમાં પડેલ ભારે વરસાદની સમીક્ષા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે ઉપરાંત પાણી ભરાવાના કારણે 643 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. 24 લોકોને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. જ્યારે ભારે વરસાદના કારણે હજુ સીધી કોઈ ખેડૂતો તરફથી નુકશાની ફરિયાદ સરકારને પ્રાપ્ત થઈ નથી. જેથી સરકારનું પણ સર્વે બાબતે હાલ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
શાકભાજીના ભાવમાં વધારો: ગુજરાતમાં અનેક નગરો મહાનગરપાલિકા તાલુકા અને જિલ્લાઓમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજી મોંઘા થયા છે ત્યારે આ બાબતમાં રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે શાકભાજી મોંઘા થયા છે પણ આ બાબત ડિમાન્ડ અને સપ્લાય પર નિર્ભર છે. છતાં રાજ્ય સરકારનો પ્રયાસ છે આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
પાક વાવેતર સારું નોંધાયું: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થયો છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં વરસાદની સમીક્ષા ઉપરાંત વાવેતરની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે રાજ્યના જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં સારું વાવેતર આ વર્ષે થયું છે જ્યારે ગત વર્ષે 55.41 હેક્ટર વિસ્તારમાં ચોમાસા સિઝનનું વાવેતર થયું હતું જેની સામે આ વર્ષે 61.30 લાખ એક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જ્યારે ગુજરાતમાં સરેરાશ વરસાદ 55.30 ટકા નોંધાયો છે.
- Gir Somnath Rain: ગીર સોમનાથમાં 25 જેટલા ગામો સંપર્કવિહોણા, MLA વિમલ ચુડાસમાએ CM ભૂપેન્દ્ર પટેલ પાસે માંગી મદદ
- Gir Somanth Rain: સુત્રાપાડામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ, હીરણ ડેમ-2ના તમામ દરવાજા ખોલાયા