ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં સરકારી લીઝ ઉપર ખનન બાબતે જુથ અથડામણ - જુથ અથડામણ

ગીર સોમનાથ: જિલ્લાના વેરાવળ તાલુકાના મોરાજ ગામે 50 વર્ષની લીઝ વાળી જગ્યા ઉપર જ્યારે લિઝધારક ખનન કરવા પહોંચ્યા ત્યારે ગામના સ્થાનિક લોકો સાથે અગાવ થયેલા વિવાદોના પગલે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ અને સરકારી કબ્જાની જમીન પર ખેતી કરતા સ્થાનિકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષે કુલ 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે પોલીસે સ્થાને પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

ગીર સોમનાથમાં સરકારી લીઝ ઉપર ખનન બાબતે જુથ અથડામણ
ગીર સોમનાથમાં સરકારી લીઝ ઉપર ખનન બાબતે જુથ અથડામણ

By

Published : Nov 30, 2019, 4:29 AM IST


ગીરસોમનાથના એક ખાનગી લીઝ ઉપર ખનન કરતા કોન્ટ્રાક્ટરની જમીન ઉપર મોરાજ ગામના પરિવારો પેશકદમી કરી અને ખેતી કરતા હતા. જ્યારે ખનન માટે કોન્ટ્રાક્ટર પહોંચ્યા ત્યારે ઉગ્ર બોલાચાલી અને હથાપાઈ થવા પામી હતી. જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો કાબુમાં લીધો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે આ મામલે પોલીસ દ્વારા બન્ને પક્ષે રાયોટીંગની ક્રોસ ફરિયાદ નોંધવમાં આવી હતી. જેના પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

ગીર સોમનાથમાં સરકારી લીઝ ઉપર ખનન બાબતે જુથ અથડામણ

ABOUT THE AUTHOR

...view details