ગુજરાત

gujarat

Group Clash in Sutrapada : સ્મશાન જતો માર્ગ પહોળો કરાતાં લોઢવામાં બે જૂથો વચ્ચે જોરદાર માથાકૂટ

By

Published : Apr 27, 2022, 9:04 PM IST

ગીર સોમનાથ જિલ્લાની લોઢવા ગ્રામ પંચાયત દ્વારા રસ્તો પહોળો કરવા બાબતે (Group Clash in Sutrapada) બબાલ થઇ છે. આ મામલામાં ગામના બે જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન (Sutrapada Police )સુધી પહોંચી ગયો છે.

Group Clash in Sutrapada : સ્મશાન તરફ જતા માર્ગને પહોળો કરાતાં બે જૂથો જોરદાર માથાકૂટ
Group Clash in Sutrapada : સ્મશાન તરફ જતા માર્ગને પહોળો કરાતાં બે જૂથો જોરદાર માથાકૂટ

ગીર સોમનાથ - જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં સ્મશાન તરફ જતા માર્ગને (Road work by Lodhwa Gram Panchayat) ગ્રામ પંચાયત દ્વારા પહોળો કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીને લઇને ગામના બે જૂથ વચ્ચે માથાકૂટ (Group Clash in Sutrapada) થઇ હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન(Sutrapada Police ) સુધી પહોંચી ગયો છે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે.

લોઢવા ગ્રામ પંચાયત દ્વારા રસ્તો પહોળો કરવા બાબતે બબાલ

આ પણ વાંચોઃ જેતપુરના કેમિકલ ઔદ્યોગિક એકમ દ્વારા સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાના પ્રોજેક્ટ સામે ઉઠ્યો વિરોધ

ઔદ્યોગિક એકમનો ફાયદો જોવાયો- ગ્રામ પંચાયત (Road work by Lodhwa Gram Panchayat) દ્વારા ગામમાં વિકાસના કામોને લઈને કામગીરી શરૂ કરી છે. ત્યારે કેટલાક લોકોએ આ કામગીરી કોઈ ચોક્કસ ઔદ્યોગિક એકમોને ફાયદો કરાવવા માટે શરૂ કરાઇ છે તેવો આક્ષેપ કરીને માર્ગનું કામ (Group Clash in Sutrapada) અટકાવી દીધું હતું. ત્યારબાદ બંને જૂથો વચ્ચે માર્ગનું કામ શરૂ કરવું અને ન કરવાને લઈને બોલાચાલી થતાં બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથ: સૂત્રાપાડામાં ભાજપ સંગઠને સી. આર. પાટીલના જન્‍મદિવસની સેવાકીય, ધાર્મિક કાર્યો ઉજવણી કરી

ગ્રામ પંચાયત સામે થયો આક્ષેપ - ગ્રામ પંચાયતે સ્મશાન નજીકથી પસાર થતા માર્ગના નવીનીકરણને લઈને કામ શરૂ કર્યું હતું ત્યારે કેટલાક લોકોએ માર્ગનું કામ આ વિસ્તારમાં આવેલા એક મોટા ઔદ્યોગિક એકમના લાભાર્થે શરૂ કરવામાં આવ્યું છે તેવો સનસનીખેજ (Group Clash in Sutrapada) આક્ષેપ કર્યો છે. માર્ગના નવીનીકરણ લઈને આવેલા વાહનો પણ ચોક્કસ લોકોના રોષનો ભોગ પણ બનતા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હાલ તો ગ્રામ પંચાયત (Road work by Lodhwa Gram Panchayat) દ્વારા માર્ગના નવીનીકરણનું કામ તાકીદે અટકાવી દેવામાં આવ્યું છે અને સમગ્ર મામલાને લઇને સૂત્રાપાડા પોલીસે બંને પક્ષના નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details