- તોફાની ટોળાનો પોલીસ પર પણ બેફામ પથ્થર મારો
- 30થી વધુ લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડ્યા
- જિલ્લા તેમજ રેન્જના પોરબંદર, જૂનાગઢથી પોલીસ ખડકાઇ ગઇ
- બંદર પર બોટ રાખવા મુદ્દે થયેલા સામાન્ય બોલાચાલી જૂથ અથડામણમાં ફેરવાઈ
ગીર-સોમનાથઃ ઉના તાલુકામાં વાવાઝોડાની પરિસ્થિતિ હજુ થાળે પડી નથી, ત્યારે નવા બંદરમાં જૂથ અથડામણની ઘટના બનતા તંત્ર દોડતું થઇ ગયું હતું. બનાવની મળતી વિગત મુજબ નવા બંદરના દરિયા કિનારે બોટ પડી છે. વાવાઝોડામાં બોટને ભારે નુક્સાન પણ થયું છે. રવિવારે બપોરના બે વાગ્યાની આસપાસ બોટ રાખવા મુદે સામાન્ય બોલાચાલી થઇ હતી.
આ પણ વાંચોઃનાનીકડી ગામે જૂથ અથડામણમાં ખેડૂતની હત્યા
બોટ બાબતે સામાન્ય બોલાચાલીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું
બોટ બાબતે સામાન્ય બોલાચાલીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. બે જૂથ મોટી સંખ્યામાં આમને સામને આવી ગયા હતાં અને એકબીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ ડીજીપી પણ ઉના તાલુકામાં હોવાથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તોફાને ચડેલા ટોળાએ પોલીસને પણ નિશાન બનાવ્યા હતા. તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઉનાના નવાબંદરમાં બે સમુદાય વચ્ચે જુથ અથડામણ પોલીસની ટીમને પણ ઇજા પહોંચી હતી
જેમાં ASPઓમપ્રકાશ જાટ, નવાબંદર PSI પરમાર, ઉના PSI એચ.વી.ચુડાસમા, ASI કંચનબેન ભાણજીભાઈ, LCB કોન્સ્ટેબલ રાજુભાઇ ગઢીયા, પ્રકાશભાઇ ચાવડા, જયેશ રાઠોડને ઇજા પહોંચી હતી. SPરાહુલ ત્રિપાઠીના પગમાં પથ્થર લાગ્યો હતો.
ટોળાને કાબૂમાં લેવા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા
બીજી તરફ તોફાને ચડેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસને હવામાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી તેમજ ટોળાને કાબૂમાં લેવા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. ટોળાએ નવા બંદરમાં બે કલાક સુધી ઉત્તપાત મચાવ્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ગીરગઢડા, કોડીનાર, તાલાલાથી પોલીસ બોલાવી લેવામાં આવી હતી. નવા બંદરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઉનાના નવાબંદરમાં બે સમુદાય વચ્ચે જુથ અથડામણ આગેવાનો બહાર ગયાને ડખો થયો
નવા બંદરના આગેવાનો જાફરાબાદ ગયા હતા. વાવાઝોડા બાદ તેઓ ત્યાં મુલાકાતે ગયા અને પાછળથી નવાબંદરમાં તોફાન થયું હતું. ઘટનાની જાણ થતા આગેવાનો નવા બંદરે દોડી આવ્યા હતા, લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતાં.
ઉનાના નવાબંદરમાં બે સમુદાય વચ્ચે જુથ અથડામણ ટોળાએ અગાસી પરથી પથ્થર ફેક્યા હતા
ઘટનાના પગલે ટોળાના લોકો મકાનની અગાસી પર ચડી ગયા હતાં અને અગાસી પરથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને અન્ય લોકોને માથામાં ઇજા પહોંચી હતી.
ઘાયલ લોકોના નામ
1) ભીખુભાઈ બાંભણીયા
2 )જીવરાજભાઈ વાજા
3 )ભીખુભાઈ સોલંકી
4 )સોયબ સુલેમાન બેરાઈ
5) જાવિદ ઇસ્માઇલ સફલા
6 )સાદિક હાજી સફલા
7) કાસમ અયુબ સોઢા
8) સાબિર અબ્દ્રેરહેમાન
9) અલ્તાફ અલિયાશ ચૌહાણ
10) ઇનદ્રીશ ઇનું સોઢા
11) ગફાર ઈશા ચૌહાણ
12) સમીર ચૌહાણ
13) સોયબ શેખ
14) વિનોદભાઈ નાથાભાઇ સોલંકી
DGP રવિવારે ઉના તાલુકાની મુલાકાતે આવ્યા હતા
DGP રવિવારે ઉના તાલુકાની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત પૂર્ણ થયાના 1 કલાક બાદ નવા બંદરમાં જૂથ અથડામણ થતા ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ ઘટનામાં ASP સહિત 6 પોલીસ કર્મચારી અને 20 જેટલા લોકો ઘાયલ થતા સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃજામનગરના બેડી વિસ્તારમાં ધોકા, તલવાર, છરી વડે બે જૂથ વચ્ચે અથડામણ
ગીર-સોમનાથ જિલ્લામાં પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા
ઘટના બાદ ગીર-સોમનાથ જિલ્લામાં પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા. ટોળાને વિખેરવા પોલીસને હવામાં ફાયરીંગ તેમજ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. તોફાન બાદ નવા બંદરમાં ગીર-સોમનાથ જિલ્લા ઉપરાંત પોરબંદર અને જૂનાગઢમાંથી પોલીસ બોલાવામાં આવી હતી.
ઉનાના નવાબંદરમાં બે સમુદાય વચ્ચે જુથ અથડામણ નવાબંદર રીક્ષા સ્ટેન્ડ પાસે બે ટોળા સામસામે આવી ઝગડો કરતા હતા
PSI કેતન પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 23મેના રોજ અમે તથા અમારા સ્ટાફના માણસો આર્મ ASIસરમણભાઇ ભોપાભાઇ છેલાણા તથા પો.હેડ.કોન્સ.પ્રવિણભાઇ બાલુભાઇ મોરી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૌકતે વાવાઝોડા સબબ ઇજાગ્રસ્ત વિસ્તારમાં કામગીરીમાં હતા. તે દરમિયાન બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં નવાબંદર રીક્ષા સ્ટેન્ડ પાસે બે ટોળા સામસામે આવી બોલાચાલી કરી ઝગડો કરતા હતા.તેવી જાણ થતા ઉપરોકત સ્ટાફ સાથે હું ઘટના સ્થળે જતા ત્યાં બન્ને ટોળાએ એકબીજા પર છુટા પથ્થરોના માર્યા હતા.
પોલીસ સ્ટાફે બન્ને ટોળાના માણસોને વિખેરાઇ જવા કહ્યું હતું
પરિસ્થિતિ બે કાબુ થતા પોલીસ સ્ટેશનના સ્ટાફના અન્ય માણસોને તાત્કાલીક બોલાવી ઉપરી અધિકારીને જાણ કરતા અત્રેના ડિવિઝનના ASP જાટ તથા LCBતથા SOGશાખા વગેરે અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો આવી ગયા હતા. તે વખતે બન્ને ટોળાના માણસો સામ-સામે પથ્થરો તથા સોડાની કાચની બોટલોના ઘા કરી તથા લાકડાના ધોકાઓ, તલવાર, લોખંડના સળીયા તથા પાઇપ, પ્લાસ્ટીકના પાઇપ જેવા તિક્ષ્ણ હથિયારો ધારણ કરી મારામારી કરતા હોવાથી હાજર પોલીસ સ્ટાફેબન્ને ટોળાના માણસોને વિખેરાઇ જવા કહ્યું હતું.
ટોળાના માણસો વધારે ઉગ્ર થયા હતા
આ ટોળા વચ્ચે ઝઘડો ચાલુ જ રહ્યો હતો. જેથી અમે વચ્ચે પડતા શરીરે પથ્થર વાગવાથી હાજર અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસોએ આ ટોળાના માણસોને વિખેરાઇ જવા માટે માઇકથી વોર્નિંગ આપતા ટોળના માણસો બે કાબુ થયા હતા. જેથી હાજર બંદોબસ્તના માણસો મારફતે ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. ટોળાના માણસો વધારે ઉગ્ર થયા અને બંદોબસ્તમાં હાજર પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પોલીસ પર હુમલો કરતા બંદોબસ્તના અધિકારી તથા પોલીસે જરૂરી બળ વાપરી બન્ને પક્ષના ટોળાના માણસોને વિખેર્યા હતા.
પોલીસ અધિકારીઓને પણ ઇજા થઇ હતી
પોલીસને મોઢાના ભાગે, નાક પર તથા ડાબા પગની ઘૂંટીમાં તથા શરીરે ઇજા થઇ હતી. સ્ટાફના વુમન ASI કંચનબેન ભાણજીભાઇને જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી. સંદિપભાઇ રામભાઇ સોલંકીને માથાના ભાગે ઇજા થઇ તેમજ ઉનાના એચ.વી.ચુડાસમાને માથાના ભાગે ઇજા થઇ હતી. પ્રકાશભાઈ પુનાભાઇ ચાવડાને માથાના ભાગે તથા શરીરે ઇજા થઇ તથા LCB શાખાના રાજુભાઇ બાલુભાઇ ગઢીયાને માથાના ભાગે ઈજા થઇ હતી. ASP ઓમપ્રકાશ જાટને મોઢાના ભાગે હોઠમાં ઇજા થતા ઉપરના દાંત પડી ગયા હોવાનું જાણાવ્યું હતું.
અજાણ્યા 1500થી 20000 જેટલા માણસોના ટોળાએ જાહેરમાં એકઠા થયા હતા
સમગ્ર ઘટના સંદર્ભે ફરિયાદી PSI પરમારના જણાવ્યા મુજબ, મુકેશ ઉર્ફે માસ્તર નાથાભાઇ સોલંકી કોળીની બોટ તથા અલ્તાફભાઇ બેલીમ મુસ્લીમની બોટ નવાબંદર નવી જેટી પર લગાવી હતી. જે સરખી કરવામાં ટકરાતા તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી નવાબંદર રીક્ષા સ્ટેન્ડ પાસે હિન્દુ-મુસ્લીમ સમાજના ઉપરોકત નામવાળા તથા અજાણ્યા 1500થી 20000 જેટલા માણસોના ટોળાએ જાહેરમાં એકઠા થયા હતા.
નાની-મોટી તથા ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ કરી ગુનો કર્યો છે
પોતાની પાસે રહેલા પથ્થરો તથા કાચની સોડા બોટલના છુટા ઘા મારી તથા લાકડાના ધોકા, તલવા૨, લોખંડના સળીયા, લોખંડની પાઇપો, પ્લાસ્ટીકના પાઇપોથી બન્ને પક્ષના માણસોએ સામસામે મારામારી કરી ફરજ પરના પોલીસના અધિકારી તથા કર્મચારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગે૨કાયદેસર મારી નાખવાના ઇરાદે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ અધિકારી તથા કર્મચારીઓના માથાના ભાગે, શરીરે નાની-મોટી તથા ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ કરી ગુનો કર્યો છે.
આરોપીઓના નામ
મુકેશ નાથાભાઇ સોલંકી, વિનોદ નાથાભાઇ સોલંકી, ભીખુ ભુરાભાઇ સોલંકી, જીવરાજ બાલુભાઈ વાજા, ભીખુ બીજલભાઈ બાંભણીયા, યોગેશ કેશુભાઇ ચૌહાણ, ભાવેશ ડાયાભાઈ બાંભણીયા, મનોજ ખોડભાઈ બાંભણીયા, ભીખો ઉર્ફે પીપો બાબુભાઇ બાંભણીયા, મનુ ઉર્ફે ડાકુ ડાયાભાઈ બાંભણીયા, નિલેશ ભીખાભાઇ ચૌહાણ, રાજેશ ખોડુભાઈ બાંભણીયા, અશ્વિન બાંભણીયા, ભાવેશ બચુભાઇ બાંભણીયા આરોપીઓ છે.
આરોપીઓ
હરેશ બચુભાઇ બાંભણીયા જે ગુલીનો ભાઇ, ધર્મેશ રમેશભાઇ બાંભણીયા, ભાયા ભગવાનભાઈ બાંભણીયા, ભાવેશ વીરાભાઈ મકવાણા તથા હરેશ ઉર્ફે કીંગ મકવાણા, કલ્પેશ ભગવાનભાઇ બાંભણીયા જે બોચકાનો ભાઇ, સંજય બાબુભાઇ ચૌહાણ પકડાયા છે. કલ્પેશ ઉર્ફે ધમાલ બાબુભાઇ બાંભણીયા, ભરત ઉર્ફે ચાકુ બાંભણીયા, બાલક બાંભણીયા, હિતેશ મહેશભાઇ ફુલબારીયા, કલ્પેશ ઉર્ફે બાડો મકવાણા, રાજુ ઉર્ફે કોબલીનો ભુરો બાબુભાઇ ચૌહાણ આરોપીઓ છે.
આરોપીઓ
કૈલાશ બાબુભાઈ વાજા, સુલેમાન દેસાઇ, જાવિદ ઇસ્માઇલ ચપલા, સાદીક હાજી ચપલા,કાસમ અણુબ સોઢા, સબીર અદ્રેમાન ચૌહાણ, અલ્તાફ ઇલ્યાસ ચૌહાણ,ઇદ્રીશ યુનુસે સૌઢો, ગફાર ઇસા ચૌહાણ, નદિમ જુસબ સ્થળમ, સાદીક મહંમદ યમ, સૌયબ સુલેમાન બેટાઇ, અદ્રેમાન ઉર્ફે ખજુરો સબીરસોઢા, સદામ સતાર તસલ્લી આરોપીઓ છે. નવાજ હારૂન ગરો, ઇલ્યાસ બેલીમ જે ગોલીનો છોકરો, હારૂન સુલેમાન પ્રજામ, સીરાજ ઉર્ફે કાલાનાગ હુશેનભાઇ, મહંમદસફી ઉર્ફે મનો શબ્બીરભાઈ થયમ, અલ્તાફ ભાઇ બેલીમ મુસ્લીમ આરોપીઓ છે.
જીપી એકટ કલમ 135 મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
સમગ્ર મામલે 47 નામજોગ આરોપી સહિત અજાણ્યા ટોળાના માણસો તથા તપાસમાં આવેલા અન્ય શખ્સ વિરૂદ્ધ ઇપીકો કલમ 307, 333, 332, 337, 338, 143, 147, 148, 149, તથા જીપી એકટ કલમ 135 મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.