ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ તીર્થના વિકાસ માટે સરકાર અને ટ્રસ્ટ કટીબદ્ધ, 300 કરોડથી વધુના વિવિઘ પ્રોજેકટ હાથ ધરાશે - More than 300 crore project

સોમનાથમાં વિકાસના કામો માટે મંદિર ટ્રસ્ટ તથા સરકાર બન્ને કટિબદ્ધ થઇ ગયા છે. સોમનાથમાં રૂપિયા 300 કરોડથી વધુના પ્રોજેક્ટ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ટ્રસ્ટ બન્યા પછી પ્રથમ જ બેઠકમાં નવા કામો માટેના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે.

સોમનાથ મંદિર
સોમનાથ મંદિર

By

Published : Jan 30, 2021, 12:48 PM IST

  • સોમનાથમાં 300 કરોડથી વધુનો પ્રોજેક્ટ
  • ત્રિવેણી સંગમ ઘાટ દેહોત્સર્ગથી સામાકાંઠે બનશે કેબલ બ્રિજ
  • કાચની ટર્નલ હશે સૌથી વધુ આકર્ષિત

સોમનાથ : કરોડો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા દેશના પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રવાસનને પ્રોત્સાહન આપવા સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ બન્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ નવા કામો માટેના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રથમ બેઠકમાં જ લેવાયા છે.

સોમનાથ મંદિર

કરોડોના મહાત્વકાંક્ષી પ્રોજેક્ટો તૈયાર કરાશે

જે અંર્તગત કરોડોના અનેકવિધ મહાત્વકાંક્ષી પ્રોજેક્ટો તૈયાર કરાયા હોવાનું ટ્રસ્ટના સચિવ પ્રવિણચંદ્ર લહેરીએ જણાવ્યું હતું. જેમાં સોમનાથમાં કાચની ટર્નલથી દરિયાઇ જીવસૃષ્ટિ જોઇ શકાશે તો ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભિત કરાશે. આ ઉપરાંત પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે.

સોમનાથ મંદિર

કાચની ટર્નલથી દરિયાઇ જીવસૃષ્ટિ જોઇ શકાશે

સોમનાથ મંદિરના ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષિ શકે એ માટે આવનાર દિવસોમાં સરકાર, ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનેક વિકાસ કામો હાથ ધરાશે. જેમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટર્નલનો છે. પર્યટકો આ ટર્નલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે. બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડિયો વિઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

સોમનાથ ઘાટ

અગામી સમયમાં પાર્વતી મંદિરનું પણ નિર્માણ

ત્રણ નદીઓનો જ્યાં સંગમ થાય છે અને ભગવાન કૃષ્ણએ યાદવોનું પીંડદાન કર્યું હતું એવા, પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભિત કરાશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિરનું નિર્માણ કરી રહ્યું છે. યાત્રિ પ્લાઝા ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરશે.

સોમનાથ મંદિર

યાત્રાળુઓ માટે સ્નાન સહિતની સુવિધા

યાત્રાળુઓ માટે સ્નાન સહિતની સુવિધાના કામોત્રિવેણી સંગમથી સ્મશાનઘાટ સુધી યાત્રિકો વિધી કાર્યો, અંતિમ સંસ્કાર બાદની વસ્તુઓ નદીમાં ન જાય તે માટે ઘાટમાં અલગ ચેનલ બનાવવામાં આવશે અને તેમાં એકઠો થયેલો કચરો સ્મશાન પાસે શુધ્ધિકરણ પ્લાન્ટમાં લાવી નદીનું પાણી સ્વચ્છ, પ્રદૂષણમુક્ત અને નાહવાલાયક બનાવાશે.

સોમનાથ ઘાટ

ત્રિવેણીમાં સામાકાંઠે ઘાટ બનશે

સોમનાથના ત્રિવેણી ઘાટને છેક નરસિંહ ઘાટ સુધી લંબાવી રળિયામણો બનાવવા સાથે સામાકાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનાવડાવી એ વિસ્તાર નજીકના લાટી, કદવાર, સુત્રાપાડાના લોકો પણ ત્રિવેણી સ્નાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરાશે.

ત્રિવેણી સહાસંગમ

પ્રવાસીઓને આકર્ષવા વિવિધ પ્રોજેકટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન બન્યા તે વખતે યોજાયેલી બેઠકમાં મંદિરના વિકાસ સાથે પ્રવાસીઓને આકર્ષવા ૩૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેકટો પર ચર્ચાઓ સાથે આગામી દિવસોમાં આ પ્રોજેકટોને અમલી બનાવવા કટીબધ્ધતા દર્શાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details