ગીર સોમનાથઃ આજે એક માત્ર ગુજરાત અને તેમાં પણ ગીરમાં જોવા મળતા જંગલના રાજાનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં ભારતના અનેક રાજ્યો ઉપરાંત અન્ય દેશો જેવા કે મેસોપોટેમીયા અરેબિયા અને પર્સીયામાં પણ સિંહો જોવા મળતા હતા. કાળક્રમે સિંહોના નૈસર્ગિક નિવાસસ્થાનોને માનવી દ્વારા નુકસાન કરવામાં આવ્યું અને કેટલાક વિકૃત લોકોએ આનંદ માટે સિંહોના શિકાર કરવાને પરિણામે સિંહની સંખ્યા ઘણી જ ઘટી ગઈ. આજે એશિયામાં સિંહ ગુજરાત અને ગીરના જંગલમાં જ જોવા મળે છે. એશિયામાં એકમાત્ર ગીરમાં સિંહોની વસ્તી વસવાટ કરી રહી છે. જેને પરિણામે ગીરની છાતી ગજગજ ફૂલી રહી છે.
ગુજરાતની ખુમારી એટલે સિંહઃઆજે એકમાત્ર ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહના સંવર્ધન અને હયાતિનું ગૌરવ સમગ્ર ગુજરાત લઈ રહ્યું છે. ગીરમાં સિંહોનું અંતિમ નિવાસ્થાન એશિયા માનવામાં આવે છે તેની પાછળ પણ ખૂબ મહેનત અને સંઘર્ષ સામેલ છે. પરિણામે આજે ગીરમાં જંગલના રાજા સિંહ બિલકુલ મુક્ત મને વિહરતા જોવા મળે છે.
જૂનાગઢ નવાબે શિકાર પર મુક્યો પ્રતિબંધઃ 1884માં સૌરાષ્ટ્રની બહાર એકમાત્ર સિંહની હાજરી નોંધાઈ હતી ત્યારબાદ આજ દિવસ સુધી ગીરની બહાર સિંહોની ડણક સંભળાઈ નથી. વર્ષ 1963માં ગિરનાર વિસ્તારમાં અંતિમ વખત સિંહ જોવા મળ્યો હતો. ત્યારબાદ જૂનાગઢમાં વર્ષ 1911 માં નવાબે સતત ઘટતી જતી સિંહોની સંતતિને લઈને સિંહોના શિકાર પર પ્રતિબંધ લગાવ્યો અને તેના બદલામાં પકડાયેલા પ્રત્યેક વ્યક્તિને મૃત્યુદંડ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારથી ગીરમાં સિંહોને જાણે કે મોકળું મેદાન મળ્યું હોય તે પ્રકારે સિંહોની સંખ્યા સતત વધી રહી છે.
ગીરમાં 600થી વધુ સિંહનો વસવાટઃ આજે સમગ્ર એશિયામાં ૬૦૦ કરતાં વધુ સિંહો એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. ગીર સિવાય સમગ્ર વિશ્વમાં એકમાત્ર આફ્રિકા ખંડ માં સિંહો જોવા મળે છે. સિંહોની સુરક્ષા માટે રાજ્યના વન વિભાગે પણ કેટલાક સચોટ અને પરિણામ લક્ષી કાર્યક્રમો દ્વારા આજે ગીરમાંથી સિંહોને લુપ્ત થતા બચાવ્યા. ગીરમાં વધતી જતી સિંહોની સંખ્યાને પરિણામે આજે વિશ્વના અનેક દેશોના પ્રાણી સંગ્રહાલયોમાં પણ ગીરના સિંહોની ડણક સંભળાઇ રહી છે.
- જો આ નથી જાણતા તો, ગીર ફરવા જતા પ્રવાસીઓને થશે ધરમનો ધક્કો
- ગીરમાં પ્રવાસીઓનો જમાવડો, આખરે 2 વર્ષ પછી સિંહ સાથે કરશે નવા વર્ષની ઉજવણી