ભારત પાક. સંઘર્ષ સમયે દોઢ માસ જેલમાં સલામતી હેતુ બંધ કરાયા હોવાનું માછીમારોએ નિવેદન આપ્યું હતુ. તેમજ સંસ્થાએ તેઓને સહાય કરી હતી. 355 માછીમારોની મુક્તિના પાકિસ્તાન સરકારના નિર્ણય બાદ અગાઉ 200 માછીમારોની મુક્તિ બાદ આજે વધુ 100 માછીમારો પરીવારજનોને મળતાં હર્ષના આસું વહ્યા હતા. તો ચોમેર લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતા.
પાકિસ્તાનથી ત્રીજા તબક્કામાં મુક્ત થયેલ 100 ભારતીય માછીમારો વતન પહોંચ્યા, પરિવારોમાં હર્ષના આંસુ પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે ગુરુવારે મુક્ત થયેલ માછીમારો 15 માસ જેટલો સમય પાકીસ્તાન જેલમાં વિતાવી મુક્ત થયા છે. તો ભારત ની એર સર્જીકલ સ્ટ્રાઈક સમયે પાકીસ્તાન જેલમાં પાકિસ્તાન કેદીઓ ભારતીય કેદીઓ પર હુમલો ન કરે તે માટે તમામ ભારતીય કેદીઓને બેરેકોમાં દોઢ માસ બંધ કરાયા હતા. તો આજે ગુરુવારે મુક્તિ સાથે જ તેઓને બેરેકમાંથી બહાર કઢાયાનુ મુકત માછીમારોએ જણાવ્યું હતું.
વધુમાં જેલમાં દિવસમાં સફાઈ તેમજ બગીચાની જાળવણી સાથે પાંચ રોટલી દિવસભર ખોરાક અપાતો તો જેલ માં કોઈ ત્રાસ ન અપાતો હોય સાથે સામાન્ય બીમારી માટે દવાઓ જ અપાતી હોવાનું માછીમારોએ જણાવ્યું હતુ.
ત્યારે પાકિસ્તાનથી મુક્ત થઈને આવેલા માછીમારનું કેહવું છે કે, "મેં કરાંચીની લાંડી જેલમાં 15 માસ સજા કાપી આજે મુક્તિ થઈ જેલમાં અમને પરીવારની યાદ આવતી હતી પરંતુ જેલ માં કેદીઓને પરીવારને મળવાની મનાઈ ફરમાવી હતી. પાકિસ્તાની કેદીને જેલમાં ભારત સાથે બબાલ બાદ અલગ બેરેકમાં રાખ્યા હતા. પાકિસ્તાન કેદી પાસે અમારી સલામતી માટે જવા નહોંતા દેવાતા"
ત્યારે આ તકે ફિશરીશ ઓફિસરે જણાવેલ કે "આજે 355 માછીમારોની મુક્તિ પૈકીના વધુ 100 માછીમારો પહોંચ્યા. જેણે પરીવાર સાથે મુલાકાત થઈ સૌની આંખો હર્ષના આસુથી ભીની થઈ હતી. હજુ વધુ માછીમારો જે પાકીસ્તાન જેલમાં છે જેને પણ વહેલી મુકિત મળે તેવા અમારા પ્રયાસો ચાલુ છે"