ગુજરાત

gujarat

ETV Bharat / state

મધ્યપ્રદેશના કલાકારોએ આદિવાસી નૃત્યથી સોમનાથમાં કરી સ્તુતિ, ભક્તો થયા મહાદેવમય

ગીર સોમનાથઃ મધ્યપ્રદેશના છીંદવાડાથી આવેલા આદિવાસી કલાકારોએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પોતાનું લોકનૃત્ય પ્રસ્તુત કરી સોમનાથ મહાદેવની સૂર આરાધના કરી હતી. સાથે જ મહાદેવના દર્શનાર્થે આવેલા ભાવિકોએ પણ આ લોકનૃત્યનો લ્હાવો લીધો હતો.

Tribal Dance

By

Published : Apr 29, 2019, 12:43 PM IST

હિન્દુ ધર્મના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના ભાવિકો આવતા હોય છે, ત્યારે તેઓ પોતાની યથાશક્તિ આરાધના કરે છે. મધ્યપ્રદેશના છીંદવાડાથી આવેલા આદિવાસી કલાકાર એવા યુવક-યુવતીઓએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તેઓના પારંપરીક લોકનૃત્યની પ્રસ્તુતી કરી અનેરી અનુભુતી કરી હતી.

આ નૃત્ય મધ્યપ્રદેશનું પ્રમુખ આદિવાસી નૃત્ય છે, તેઓ આ નૃત્ય રક્ષાબંધન-નુતનવર્ષ સહીતના તહેવારોમાં ખુશીઓ વ્યક્ત કરવા પ્રસ્તુત કરે છે. આ નૃત્યમાં કલાકારો પાંચ વર્ષથી ચાળીસ વર્ષ સુધીના હોય છે. આ કલાકારો મધ્યપ્રદેશના વન્યવિસ્તારમાંથી આવ્યા હતા. સાથે દેશપ્રેમની અનુભૂતિ પણ આ નૃત્યમાં દેખાઇ આવે છે. સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ લોકનૃત્યનો લ્હાવો લીધેલ હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કલાકાર વૃંદને સન્માનીત કરવામાં આવેલ હતું.

મધ્યપ્રદેશનું આદિવાસીનૃત્ય, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details