ગુજરાત

gujarat

ETV Bharat / state

Girsomnath Fisherman Death: પાકિસ્તાનની જેલમાં મોત થયા બાદ 45 દિવસે વતનમાં પહોંચ્યો માછીમારનો મૃતદેહ - 18 માસ પાકિસ્તાની જેલમાં બંધ

પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા ગીર સોમનાથના નાનાવાડા ગામના યુવાન માછીમાર જગદીશભાઈ બાંભણિયાનો મૃતદેહ સવા મહિને ભારત પહોંચ્યો હતો. મૃતદેહ માદરે વતન નાનાવાડા પહોંચતા પરિવારજનોમાં કાળો કલ્પાંત જ્યારે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Girsomnath Fisherman Death
Girsomnath Fisherman Death

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 4:02 PM IST

18 માસ પાકિસ્તાનની જેલમાં બંધ રહ્યા બાદ આખરે મૃતદેહ જ આવ્યો વતન

ગીર સોમનાથ: પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારનું મોત થયું હતું. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના જગદીશભાઈ મંગળભાઈ બાંભણિયા (ઉ .વ.35) નામના માછીમારનું પાકિસ્તાન કરાચીની લાડી જેલમાં મોત થતાં મૃતદેહ આજે માદરે વતન નાનાવાડા લાવવામાં આવ્યો હતો.

હાર્ટ એટેકના કારણે મોત: આજે ફિશરીઝ વિભાગના અધિકારી દ્વારા મૃતદેહ નાનાવાડા ગામે તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે. તેનું ગત 6 ઓગસ્ટ 2023ના રોજ હાર્ટ એટેકથી મોત થયું હતું. જગદીશભાઈ ત્રીજી વખત પાક મરીનના હાથે ઝડપાયા છે. બે વખત તે મુક્ત થઈ માદરે વતન આવ્યા હતા પરંતુ ત્રીજી વખત તે ફરી પકડાયા હતા અને તે હાલમાં જ 100 ભારતીય માછીમારો સાથે મુક્ત થવાના હતા પરંતુ તે પહેલા તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું હતું અને 45 દિવસ વીત્યા બાદ તેનો મૃતદેહ માદરે વતન આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

18 માસ પાકિસ્તાની જેલમાં બંધ: મૃતક માછીમાર જગદીશ બાભણીયા આજથી 18 માસ પોરબંદરની બોટ દ્વારા મહા કેદારનાથમાં માછીમારી કરી રહ્યા હતા. આ બોટનો રજિસ્ટ્રેશન નંબર IND-GJ-25-MM-5524 છે. જેના માલિક પોરબંદરના ક્રિષ્નાબેન મોતીવરસ છે. પાકિસ્તાન સુરક્ષા એજન્સીએ વર્ષ 2022ની 18મી ફેબ્રુઆરીના રોજ જગદીશ બાંભણિયાનું બોટ સહિત અપહરણ કર્યુ હતું. માછીમારને કરાંચીની જેલમાં મોકલાયો હતો.

માછીમારોને વહેલી તકે મુક્ત કરવા માંગ: મૃતક માછીમાર પરિવાર અને ગામના આગેવાનોએ મૃતદેહ માદરે વતન પહોંચતા સરકારનો આભાર માન્યો હતો. જ્યારે પરિવારજનોએ સરકારને અપીલ કરી હતી કે હજુ પાકિસ્તાનમાં અનેક માછીમારો જેલમાં બંધ છે. જેમાંથી મોટાભાગના ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તો જીવન મરણ વચ્ચે ઝઝુમી રહ્યા છે. ત્યારે આ તમામ માછીમારો વહેલી તકે માદરે વતન સદેહે પહોંચે તે માટે સરકાર યોગ્ય કરે તેવી અપીલ કરવામાં આવી છે.

  1. Pakistan Captures Indian fishermen: પાકિસ્તાન મરીને 6 ભારતીય ફિશિંગ બોટ અને 36 માછીમારોને પકડ્યા હોવાની વાત સ્વીકારી
  2. પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં

ABOUT THE AUTHOR

...view details