ગુજરાત

gujarat

ETV Bharat / state

વધતા કોરોના કેસ અંગે ગીરસોમનાથ કલેક્ટરનો પ્રજા જોગ સંદેશ - કલેક્ટરનો સંદેશ

ગીર-સોમનાથ દ્વારા નાના બાળકો, બીમાર લોકો, વૃધ્ધો અને સગર્ભાઓને ઘરમાં જ રહેવા તેમજ લોકોને કામ વગર બહાર ન નીકળવા વીડિયો જાહેર કરીને અનુરોધ કરાયો છે. કોરોનાના લક્ષણ અંગે લોકો તંત્ર દ્વારા આપેલ નંબર ૦૨૮૭૬-૨૮૫૨૨૪ પર સંપર્ક કરી ઘરબેઠા મેડીકલ માર્ગદર્શન મેળવી શકશે.

વધતા કોરોના કેસ અંગે ગીરસોમનાથ કલેક્ટરનો પ્રજા જોગ સંદેશ
વધતા કોરોના કેસ અંગે ગીરસોમનાથ કલેક્ટરનો પ્રજા જોગ સંદેશ

By

Published : Jun 29, 2020, 7:52 PM IST

ગીર-સોમનાથ : હાલમાં કોરોના વાઇરસનુ લોકલ સંક્રમણ વધી રહ્યું છે. રોજ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. દરરોજના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે કલેકટર અજય પ્રકાશ દ્વારા લોકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, લોકો કામ વગર બહાર નીકળે નહીં. આ સાથે જ નાના બાળકો, બીમાર લોકો વૃધ્ધો અને સગર્ભાઓને સંક્રમણથી બચાવવા માટે ખાસ ઘરની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે.

વધતા કોરોના કેસ અંગે ગીરસોમનાથ કલેક્ટરનો પ્રજા જોગ સંદેશ

આ ઉપરાંત કલેકટર અજય પ્રકાશે ગીર સોમનાથના લોકોને કોરોના વાઇરસની મહામારી સામે લડવા જિલ્લાના તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. જેમાં તેેઓએ જણાવ્યું હતું કે, ભીડવાળા સ્થળો પર જવાનું ટાળો, એકબીજા સાથે સલામત અંતર બનાવો, નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો, વારંવાર પાણી અને સાબુથી આપણે હાથ હોવા જોઇએ અને જો હાથ ધોઇ શકવાની વ્યવસ્થા ન હોય તેવા સમયે આલ્કોહોલબેઝ સેનીટાઇઝરનો પણ ઉપયોગ કરો. જાહેરમાં થૂંકો નહીં અને આપની આજુબાજુ કોઈ પણ જગ્યા ઉપર પાન ખાઈને લોકો થૂંકતા હોય તો તેને અટકાવવાનો પ્રયાસ કરો. ગીર-સોમનાથ જિલ્લાના કોરોના વાઇરસના 64 કેસ નોંધાયા છે. 50 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. 13 દર્દી સારવાર હેઠળ છે. 01 દર્દીનું મૃત્યુ થયેલું છે. 07 કોરોના વાઇરસના દર્દી અન્ય રાજ્ય / જિલ્લાના નોંધાયેલા છે.

આ સમયે ગીર સોમનાથની જનતાને વિનંતી કરતા કલેકટરે કહ્યું કે, લોકો આ ભગીરથ પ્રયાસમાં સરકારને સહયોગ આપે જેથી આ મહામારીથી બચવા માટે યોગ્ય પગલાં લઈ શકાય સાથે-સાથે તંત્ર દ્વારા કોરોના હેલ્પલાઇન નંબર 02876-285224 કાર્યરત છે.

આ નંબર ઉપર તમે સંપર્ક કરીને કોરોના બાબતે તેમને એવુ અનુભવાય કે, કોરોનાના લક્ષણો જેવા કે તાવ-શરદી વગેરે જણાઇ છે અથવા તો પરિવારના કોઇ પણ વ્યક્તિમાં આ લક્ષણો જણાયા છે તો આ નંબર પર સંપર્ક કરીને અને હોસ્પિટલમાં આવ્યા વગર સીધા જ ડોકટર સાથે વાત કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો.

ABOUT THE AUTHOR

...view details