ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊનાના નવા બંદરમાં દરિયાઈ બગલો મૃત હાલતમાં મળ્યો, બર્ડ ફ્લૂની આશંકા - જાગૃત યુવાન

ગીર સોમનાથ જિલ્લામાં ઊનાના નવાબંદર ગામમાં અચાનક જ દરિયાઈ બગલો આકાશમાંથી નીચે પડતા તેનું મોત નીપજ્યું હતું. જોકે, બર્ડ ફ્લુની આશંકા હોવાથી એક જાગૃત યુવકે તાત્કાલિક આરોગ્ય ટીમને આ અંગે જાણ કરી હતી. આરોગ્ય વિભાગ અને પશુપાલક વિભાગે બગલાનું સેમ્પલ લઈ તેને લેબ મોકલ્યું છે.

ગીરસોમનાથઃ ઊનાના નવા બંદરમાં દરિયાઈ બગલો મૃત હાલતમાં મળ્યો, બર્ડ ફ્લુની આશંકા
ગીરસોમનાથઃ ઊનાના નવા બંદરમાં દરિયાઈ બગલો મૃત હાલતમાં મળ્યો, બર્ડ ફ્લુની આશંકા

By

Published : Jan 30, 2021, 11:50 AM IST

  • ગીર સોમનાથમાં ઊનાના નવા બંદર ગામમાં દરિયાઈ બગલો મૃત હાલતમાં મળ્યો
  • આકાશમાં ઉડતો દરિયાઇ બગલો અચાનક નીચે પડતા મૃત્યુ પામ્યો, તંત્રમાં દોડધામ
  • થોડા દિવસ પહેલા ચીખલી ગામમાં જ બર્ડ ફ્લુનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો

ગીર સોમનાથઃ નવાબંદર ગામમાં બપોરના સમયે અચાનક આકાશમાં ઉડતો દરિયાઇ બગલો જમીન પર પડી જતાં તેનું મોત થયું હતું. ઘટનાને પગલે આ વિસ્તારના લોકો એકત્ર થઇ ગયા હતા. આ બાબતે જાગૃત યુવાને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગના વેટરનરી ડોક્ટર અને પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોગ્યની ટીમે તાત્કાલિક મૃત દરિયાઈ બગલાના સેમ્પલ લઈ લેબ મોકલ્યા હતા.

હજુ થોડા દિવસ પહેલાં જ ચીખલીમાં બર્ડ ફ્લુ દેખાયો હતો

થોડા દિવસ પહેલા જ ઊનાના ચીખલી ગામમાં મરઘાને બર્ડ ફ્લુ પોઝિટીવ આવતા અને આજુબાજુના વિસ્તારમાંથી 200થી વધુ મરઘાઓનો નાશ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details