ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથ જિલ્લા સહકારી દૂધ સંઘને સરકારની લીલઝંડી - The Hakari Milk Sangh was approved by the state government

ગીર સોમનાથઃ જિલ્લામાં પશુપાલકોની 6 વર્ષની રાહ બાદ રાજ્ય સરકાર દ્વારા સક્રિય દૂધ ઉત્પાદક સંઘને માન્યતા આપવામાં આવી. જિલ્લાનાં 6 તાલુકાઓ અને 250થી વધુ ગામળાઓને આ દૂધ ઉત્પાદક સંઘ બનવાથી યોગ્ય બજાર ભાવ મળશે.

girsomnath
ગીરસોમનાથ જિલ્લા સહકારી દૂધ સંઘને રાજ્યસરકાર દ્વારા માન્યતા અપાઈ

By

Published : Dec 22, 2019, 11:00 PM IST

ગીર-સોમનાથ જિલ્લાની રચના થયાના 6 વર્ષ બાદ પણ જીલ્લાની અંદર સહકારી દૂધ ઉત્પાદક સંઘના અભાવના કારણે પશુપાલકોએ પોતાના પશુઓના દૂધને ખાનગી ડેરીઓ અથવા મન મનાવીને છુટક ગ્રાહકોને વેચવાની ફરજ પડતી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક ડેરીઓના અગ્રણીઓના સમૂહને ગીર-સોમનાથ કનૈયા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકેની માન્યતા આપી છે.

ગીરસોમનાથ જિલ્લા સહકારી દૂધ સંઘને રાજ્યસરકાર દ્વારા માન્યતા અપાઈ

આ સંઘની પ્રથમ બેઠક મળી હતી. ત્યારે તેમાં જણાવવામાં આવ્યું કનૈયા સહકારી દૂધ ઉત્પાદક સંઘની અધ્યક્ષતા ગુજરાત રાજ્ય બીજ નિગમ ચેરમેન રાજસીભાઈ જોટવાએ કરી હતી.

તેમજ દૂધ ઉત્પાદક સંઘની પ્રથમ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સંઘની પ્રાથમિકતા સામાન્ય વર્ગના પશુપાલકો અને વિશેષ કરીને બહેનો કે, જે પશુપાલન કરે છે. તેમને યોગ્ય પોષણક્ષમ ભાવ મળે તેમજ શુદ્ધ દૂધનો વ્યાપાર થઈ શકે તેવી રહેશે.

ABOUT THE AUTHOR

...view details