- વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નવજાત શિશુ માટે અનામી પારણું કાર્યરત
- બિન વારસી નવજાત શિશુને મૂકવામાં આવશે
- ગાયનેક વિભાગ પાસે અનામી પારણામાં નવજાત શિશુને મૂકી શકાશે
ગીર- સોમનાથ : વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે કલેક્ટર અજયપ્રકાશે નવજાત શિશુની સંભાળ માટે અનામી પારણું કાર્યરત કરાયું છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કાર્યરત કરવામા આવેલા અનામી પારણાંમાં કોઈપણ જગ્યાએથી મળી આવેલા અથવા બિન વારસી નવજાત શિશુને મૂકવામાં આવશે.
બિનવારસી નવજાત શિશુ માટે ખાસ વ્યવસ્થા
નિર્દય માતા-પિતા દ્વારા નવજાત શીશુને અવાવરૂ જગ્યા, કચરાપેટી, ખાડા ખાબોચીયામાં ત્યજી દેવામાં આવતા હોય છે. જેના કારણે તેમને શારીરિક, માનસિક ઇજાઓ થતી હોય છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ સ્થળેથી નવજાત શિશુ મળી આવે તો તે સરકારી હોસ્પિટલના પહેલા માળે કાર્યરત ગાયનેક વિભાગ પાસે અનામી પારણામાં નવજાત શિશુને મૂકી શકશે. જેથી નવજાત શિશુની સમયસર સંભાળ લઈને તેની જીંદગી બચાવી શકાશે.
અધિકારી ગણ રહ્યા હાજર
આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોર્ય, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પૂર્વ RMO ડૉ. મકવાણા, ડૉ. સતવાણી, સુપરવાઇઝર નાઘેરા સહિતના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.
નવજાત શિશુ માટે અનામી પારણું કાર્યરત