ગીર-સોમનાથના કોરોના વોરિયરનું પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું
- કઠિન પરિસ્થિતિમાં ફરજના ભાગરૂપે કોરોના વોરિયર તરીકે નિષ્ડાપુર્વક ફરજ બજાવી
- ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું
- કલેક્ટર અજયપ્રકાશના હસ્તે સન્માન કરાયું
ગીર-સોમનાથ: જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓનું કોરોના વોરિયર તરીકે જિલ્લા કલેકટર અજયપ્રકાશના હસ્તે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
ગીર-સોમનાથના કોરોના વોરિયરનું પ્રશિસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં જ્યારે સમગ્ર દેશ લોકડાઉન હતો તેવી કઠિન પરિસ્થિતિમાં ફરજના ભાગરૂપે કોરોના વોરિયર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. લોકો માટે દિન-રાત જોયા વગર પોતાના જીવના જોખમે ખૂબ સારી કામગીરી કરનારા જિલ્લા વહિવટિતંત્ર ગીર સોમનાથનું સન્માન કરાયું હતું. ઉત્સાહપૂર્વક કામગીરી કરતા અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, મામલતદાર કૃપાલી શાહ, તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનું બહુમાન કરાયું હતું.