ગીર સોમનાથ: જિલ્લામાં ગત 2 જૂનના રોજ વશરામ અને વિકી નામના 2 વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની ફરિયાદ વશરામે પોલીસને કરતાં વિકી 3 બીજા વ્યક્તિઓ સાથે વશરામને મારવા માટે તેના વિસ્તારમાં ગયો હતો. જેથી વશરામને માર્યાની જાણ થયા બાદ તેના વિસ્તારના લોકોએ આ તમામ 4 લોકોને માર માર્યો હતો. જેમાં વિકી ભાગવામાં સફળ થયો હતો, પરંતુ તેની સાથે આવેલા 3 યુવકોને ટોળાએ માર માર્યા હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
ગીર સોમનાથમાં સિદી સમાજના યુવકોને મારતો વિડીયો વાઇરલ, જાણો શું છે સમગ્ર ઘટના... - gir somnath latest news
ગીર સોમનાથમાં 3 યુવકોને ટોળા દ્વારા માર મરાયાનો વિડીયો અનેક તર્ક-વિતર્ક સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, ત્યારે ETV BHARATએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આખી ઘટનાની તલ સ્પર્શી તપાસ કરી છે. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. તો ચાલો જાણીએ કથિત લિંચિંગ વાઇરલ થયેલા વીડિયોની અંથથી ઇતિ સુધીની પોલીસ ચોપડે નોંધેયલી વાસ્તવિકતા.

2 જૂનના રોજ વિકી નામના શખ્સે વશરામ નામના વ્યક્તિને લોકડાઉન દરમિયાન પોતાને ઘરે રહેવાનું શા માટે કહ્યું એમ કહીને ધમકી આપતા વશરામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોતાના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદનો દ્વેષ રાખી વિકી પોતાના 3 મિત્ર સાથે વશરામને મારવા વેરાવળના ભીડીયા વિસ્તારમાં આવ્યો હતો, પરંતુ આસપાસના લોકોને વશરામને માર માર્યાની જાણ થતાં તેમણે વિકી અને તેના સાગરીતોને માર માર્યો હતો. જેથી પોલીસે સમીર અને મુસ્તફાની એટ્રોસિટીની ફરિયાદ લઇ 4 વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે આ તમામ 4 લોકોનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ તેમને સુપરવિઝનમાં રાખ્યા છે.