- આચાર્યએ કુલ રૂ. 27,35,702નો ખર્ચ કર્યો હતો
- આચાર્યને 5 જાન્યુઆરી, 2021ના રોજ ફરજ મોકૂફ કરાયા
- તાલાલા તાલુકાની રમળેચી પ્રા. શાળામાં મૂકવામાં આવ્યા
- આચાર્યએ યૂકવી ના હોવા છતાં રૂપિયા ઉપાડી લીધા
ગીર સોમનાથઃજિલ્લાનાઊના તાલુકાની સીમર પે. સેન્ટર શાળાના આચાર્ય રાજેન્દ્ર રાજપુતે પોતાના હસ્તક આવતી બીજી પેટા શાળાના આચાર્યના ખાતામાં કન્ટિન્જન્સિ અને સ્વચ્છતા સંકૂલ અંગે ગ્રાન્ટ ચૂકવી જ ન હતી. આ પ્રકારની રજૂઆત સ્થાનિક શિક્ષણ વિભાગને મળતા તાલુકા પ્રા. શિક્ષણાધિકારી જયેશ ગોસ્વામી, કેળવણી નિરીક્ષક ભૂપત મેવાડા, BRC દેવેન્દ્ર દેવમુરારીએ ગત તા. 1 જાન્યુઆરીના રોજ સીમર શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી. રેકર્ડ માંગતા આચાર્ય રાજેન્દ્ર રાજપુતે તા.15 ફેબ્રુઆરી, 2019થી 26 ડિસેમ્બર, 2020 સુધી ફરજ દરમિયાન સરકાર તરફથી શાળાઓ માટે મળતી અલગ અલગ ગ્રાન્ટનો ખર્ચ કર્યાનું બહાર આવ્યું હતું. જેમાં આચાર્ય સીમર પે.સેન્ટર શાળાના ખાતામાંથી રૂપિયા 24,47,933, SMC સીમર પે.સેન્ટર શાળાના ખાતામાંથી રૂ. 2,74,769 અને SMC એજ્યુકેશન સીમરના ખાતામાંથી રૂ. 13,000 મળી કુલ રૂ. 27,35,702નો ખર્ચ કર્યો હતો.
આ પણ વાંચોઃઆણંદમાં ટ્રાન્સપોર્ટ કંપનીએ નોઈડાની કંપની સામે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી
તપાસનીશ અધિકારીએ સીમર પે. સેન્ટર શાળાના ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવ્યું
આ ખર્ચ બાબતે તપાસનીશ અધિકારીઓએ આધાર પુરાવા માંગતા રાજેન્દ્ર રાજપુત કોઇ આધાર પુરાવા રજૂ કરી શક્યા નહીં. આથી તપાસનીશ અધિકારીએ સીમર SBIમાં રૂબરૂ જઇ સીમર પે. સેન્ટર શાળાના ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આચાર્ય દ્વારા આ રકમની ઉચાપત કર્યાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃએકાઉન્ટમાંથી 16 લાખ રૂપિયા ઉપાડી બીટકોઈન ખરીદનાર 2 ભેજાબાજની દમણ પોલીસે કરી ધરપકડ