ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ: રાજ્યના કેબીનેટ પ્રધાન અને સાંસદે ઉના CHCમાં કોવિડ બેડ શરૂ કરવા માટે આપી સૂચના - State Cabinet Minister Jawaharbhai Chavda

રાજ્યના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમા ગીર સોમનાથના કોવિડ કેર સેન્ટરો, કોવિડ હોસ્પિટલ્સ, PHC અને CHCની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે ઉના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ બેડ શરૂ કરવા જણાવ્યું હતું.

ગીર સોમનાથ: રાજ્યના કેબીનેટ પ્રધાન અને સાંસદે ઉના CHCમાં કોવિડ બેડ શરૂ કરવા માટે આપી સૂચના
ગીર સોમનાથ: રાજ્યના કેબીનેટ પ્રધાન અને સાંસદે ઉના CHCમાં કોવિડ બેડ શરૂ કરવા માટે આપી સૂચના

By

Published : May 12, 2021, 10:49 AM IST

  • દેલવાડા PHC, લક્ષ્ય ફાઉડેશન અને વાસ્તવ ગૃપ સંચાલિત વિનામૂલ્યે ટિફીન સેવા કરાઇ
  • અર્બન હેલ્થ સેન્ટરને રેપિડ ટેસ્ટ માટેની 750 કીટ અર્પણ કરી
  • કેબિનેટ પ્રધાન જવાહરભાઇ ચાવડાએ ડોળાસા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી

ગીર-સોમનાથઃ રાજ્યના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમા ગીર સોમનાથના કોવિડ કેર સેન્ટરો, કોવિડ હોસ્પિટલ્સ, PHC અને CHCની મુલાકાતે આવી ઉના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ બેડ શરૂ કરવા જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં જ રોજ 100 ઓપીડી હોય છે. જેમાં રોજ 8થી 10 ડિલીવરી, 5થી વધુ મારામારીના કેસ અને એક મહિનામાં 20થી 25 પોસ્ટમોર્ટમ થાય છે.

ગીર સોમનાથ: રાજ્યના કેબીનેટ પ્રધાન અને સાંસદની ઉના CHCમાં કોવિડ બેડ માટે સુચના

આ પણ વાંચોઃકોરોનાના વધતા કેસને લઇને વેરાવળ અને ઉનામાં કેટલાક વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

ઓક્સિજનની વ્યવસ્થા પછી 10થી 12 કોવિડ બેડ શરૂ કરાશે

સરકારી હોસ્પિટલમાં મહિલાનો પ્રસૂતિ વિભાગ અલગ હોવાથી અને તે ટૂંકો પડતો હોવાથી તેના કારણે બીજા વિભાગમાં પણ પ્રસૂતિના કેસની મહીલાઓને સારવાર અપાતી હોય છે. આથી તેઓ સંક્રમિત ન થાય તે ધ્યાને રાખી વ્યવસ્થા કરાશે. જો કે, ઉપરથી ઓર્ડર થયા બાદ ઓક્સિજનની વ્યવસ્થા પછી 10થી 12 કોવિડ બેડ શરૂ કરાશે. એમ ડો.એન.કે.જાદવે જણાવ્યું હતું.

ગીર સોમનાથ: રાજ્યના કેબીનેટ પ્રધાન અને સાંસદની ઉના CHCમાં કોવિડ બેડ માટે સુચના

અલગ-અલગ આગેવાનો રહ્યા ઉપસ્થિત

જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખના પતિ બચુભાઇ, ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી, શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ કાંતીભાઇ છગ, સુનીલભાઇ મુલચંદાણી, અગ્રણી રાજુભાઇ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાની 750 રેપીડ ટેસ્ટીંગ કિટ અર્બન હેલ્થ સેન્ટરને અર્પણ કરાઇ

આગેવાનોએ દેલવાડા PHC, લક્ષ્ય ફાઉડેશન અને વાસ્તવ ગૃપ સંચાલિત વિનામૂલ્યે ટિફીન સેવાની કામગીરી નિહાળી હતી. ત્યારબાદ ઉના શહેર, તાલુકા ભાજપ તથા ઉના નગરપાલિકા સંચાલીત કોવિડ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કોરોનાની 750 રેપીડ ટેસ્ટીંગ કિટ અર્બન હેલ્થ સેન્ટરને અર્પણ કરી હતી.

ગીર સોમનાથ: રાજ્યના કેબીનેટ પ્રધાન અને સાંસદની ઉના CHCમાં કોવિડ બેડ માટે સુચના

ડોળાસા કોવિડ સેન્ટરમાં 50 લાખનો ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે

કેબિનેટ પ્રધાન જવાહરભાઇ ચાવડાએ ડોળાસા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ તકે GHCL દ્વારા ડોળાસા કોવિડ કેર સેન્ટર માટે 50 લાખનો ઓક્સિજન પ્લાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ તકે ગામના સરપંચ પ્રતાપભાઇ મોરીએ ડોળાસા કોવિડ સેન્ટરમાં સુવિધાઓ વધારવા માગ કરી છે.

ગીર સોમનાથ: રાજ્યના કેબીનેટ પ્રધાન અને સાંસદની ઉના CHCમાં કોવિડ બેડ માટે સુચના

આ પણ વાંચોઃઉનામાં વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ નવાબંદર PHCના તબીબ કોરોના સંક્રમિત

ઉનામાંજ હવે રેમડેસિવીર મળશે

ઉના-ગીરગઢડામાં કોરોનાના કેસ વધી જતાં કોરોનાના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂર પડતી હોવાથી દર્દીના સ્વજનોને વેરાવળ સરકારી હોસ્પિટલ સુધી ધક્કો ખાવો પડતો હતો. જે હવે 10-11 મેથી ઉનામાંથી જ મળી શકશે.

ABOUT THE AUTHOR

...view details