વારંવાર જમવા માટે કેહતા પુત્રે વૃદ્ધ માતાની કરી હત્યા
- વેરાવળના મીસ્કીન કોલોનીમાં બની ઘટના
- આરોપીએ વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડી ગળેફાંસો આપી કરી હત્યા
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળ શહેરમાં મીસ્કીન કોલોનીમાં પુત્રને વારંવાર જમાડવા માટે આગ્રહ કરનાર માતાની પુત્રએ જ હત્યા કરી હતી. આરોપીએ તેમની વૃદ્ધ માતાને માથામાં ઈજા પહોચાડી ગળેટુંપો આપતાં તેમનું મૃત્યું થયું હતું.
બનાવની વિગત મુજબ મીસ્કીન કોલોનીમાં 75 વર્ષીય મહેમુદાબેન સેલત અને તેમનો પુત્ર સાજીદ તેમજ ઈમરાન સાથે રહેતા હતાં. સાજીદની ઊમર 32 વર્ષની છે, તે પરણીત હોય અને તેમની પત્ની ત્રણ વર્ષથી પીયરમાં રીસામણે હતી ત્યારે મંગળવારે માતા મહેમુદાબેને સાજીદને જમવા માટે બોલાવ્યો અને તે બાદ ઊગ્ર બોલાચાલી થતાં સાજીદે માતાના માથાને દીવાલ સાથે અથડાવી અને દુપટ્ટાથી ગળેફાંસો આપી હત્યા કરી હતી. હત્યા બાદ સાજીદ રૂમમાં જ બેસી ગયો હતો. જો કે ત્યારબાદ બીજો પુત્ર ઈમરાન ઘરે આવ્યો અને તેને ઘટનાની જાણ થતા તેમણે પરીવારજનોને એકઠાં કરી પોલીસને જાણ કરી હતી.