ગીર સોમનાથ :વરસાદે આજે ગીર સોમનાથ જિલ્લાનો વારો લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ગઈકાલે જુનાગઢ શહેર અને જિલ્લામાં જે રીતે સાડા ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો તે જ રીતે આજે જિલ્લાના ઉનામાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો જોવા મળતો હતો વરસાદના પાણીને કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.
Gir Somnath Rain: ઉનામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર સ્થિતિ, ઠંડક પ્રસરતા લોકોમાં લીલા લહેર - Gir Somnath Monsoon
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઉના, કોડીનાર, તાલાલા, ગીર ગઢડામાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતાં માર્ગો પર પાણી ભરાયેલા પડ્યો હતા.
ઉનામાં ધોધમાર 4 ઇંચ વરસાદ :આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, તાલાલા, ગીર ગઢડા તાલુકામાં એકથી લઈને ચાર ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો છે. ઉના અને કોડીનાર પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું. તાલુકામાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણીનો રોડ રસ્તા પર ફરી વળ્યા હતા. તીવ્રતાથી આવેલા વરસાદને કારણે પાણીનો નિકાલ નહીં થતાં માર્ગો પર ભરાયેલા જોવા મળતા હતા. ભરાયેલા વરસાદના પાણીને કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.
ગઈકાલે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ :ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ જુનાગઢ શહેર અને તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણીનો ભરાવો થયેલો જોવા મળતો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે. જેને કારણે આજે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ચાર ઇંચ અને કોડીનારમાં બે ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. તો બીજી તરફ જુનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોઈ નોંધપાત્ર વરસાદના અહેવાલો પ્રાપ્ત થયા નથી, પરંતુ ગઈકાલની માફક અત્યારે પણ ચોમાસા જેવું વાતાવરણ બિલકુલ જોવા મળે છે.