ગુજરાત

gujarat

ETV Bharat / state

Gir Somnath Rain : સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં બાળકોને સુરક્ષિત કાંઠે લાવવા લોકોએ માનવ સાંકળ રચી

ગીર સોમનાથના સુત્રાપાડામાં સાંબેલાધાર 14 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ થઈ હતી. ભારે વરસાદના કારણે તાલાલાનો હિરણ બે ડેમ છલકાતા 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ કેશોદના સિલોદરમાં અતિભારે વરસાદને કારણે શાળાના બાળકોને માનવ સાકળ રચીને સુરક્ષિત ઘરે પહોંચાડાયા હતા.

Gir Somnath Rain : સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં બાળકોને સુરક્ષિત કાંઠે લાવવા લોકોએ માનવ સાંકળ રચી
Gir Somnath Rain : સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં બાળકોને સુરક્ષિત કાંઠે લાવવા લોકોએ માનવ સાંકળ રચી

By

Published : Jul 18, 2023, 10:32 PM IST

સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં બાળકોને સુરક્ષિત કાંઠે લાવવા લોકોએ માનવ સાંકળ રચી

ગીર સોમનાથ :આજે ગીર પંથકમાં મેઘરાજા જાણે કે વિશેષ પ્રકારે કોપાયમાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લાના સુત્રાપાડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર તાલુકામાં જ્યાં નજર પડે ત્યાં વરસાદી પાણી ફરી વળેલા જોવા મળતા હતા. વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયેલું જોવા મળતુ હતુ. આ સિવાય તાલાળામાં ચાર વેરાવળ સોમનાથમાં સાડા ચાર, જૂનાગઢના મેંદરડામાં ચાર, માળિયામાં ત્રણ, માણાવદરમાં બે અને માંગરોળમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો જુનાગઢ શહેરમાં સામાન્ય બે ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. સુત્રાપાડામાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

કેશોદમાં બાળકોને સુરક્ષિત બહાર કઢાયા :કેશોદ શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી જોવા મળતા હતા, ત્યારે તાલુકાના સિલોદર ગામ નજીક આવેલા કોજવે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જેને કારણે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને ગામ લોકોએ માનવ સાંકળ રચીને તેને સ્કૂલ પરથી તેના ઘરે પરત સુરક્ષિત રીતે મોકલ્યા હતા. ભારે વરસાદને કારણે સિલોદર નજીક બનેલો કોજવે નુકસાન પામ્યો છે, જેને કારણે કેશોદ સિલોદર માર્ગ હાલ પૂરતો બંધ જોવા મળે છે.

હિરણ બે ડેમ છલકાયો :તાલાલા નજીક ઉમરેઠી પાસે બનેલો હિરણ બે ડેમ આજે વધુ એક વખત છલકાયો છે. ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને કારણે ડેમમાં 13,557 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે જળાશયના સાત દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે ડેમની નીચાણ વાળા તેમજ હિરણ નદીના પટ નજીક આવેલા તાલાલા તાલુકાના ઉમરેઠી, માલ, જીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ નજીક આવેલા ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, નાવદરા, બાદલપરા, સોનારીયા અને કાજલી સહિત કેટલાક ગામોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

  1. Gir Somnath Monsoon Update : કોડીનાર પંથક થયો પાણી-પાણી, બે કલાકમાં 4 ઇંચ વરસાદ
  2. Surat Rain : વરસાદનો માહોલ, સુરતમાં પુરુષો વાહનો સાથે પરેશાન, મહિલાઓ પાણીમાં ગરબા રમવામાં વ્યસ્ત
  3. India Monsoon Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મેઘરાજાની જમાવટ, જાણો ક્યાં પડશે વરસાદ

ABOUT THE AUTHOR

...view details