ગુજરાત

gujarat

ETV Bharat / state

Gir Somnath News : લઘુમતી સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ આપશે તો પોલીસ કાર્યવાહી કરશે - Kajal Hindustani Statement on Minorities

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં જે ઘટના બની ત્યાં બીજીતરફ આ દિવસે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પણ કોમી વૈમનસ્ય ફેલાય તેવું નિવેદન બહાર આવ્યું હતું. હિન્દુ ધર્મસભા આયોજિત કાર્યક્રમમાં મહિલા વક્તા કાજલ હિન્દુસ્તાનીએ લઘુમતી સમાજ પર કરેલા નિવેદનને લઇ જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે.

Gir Somnath News : લઘુમતી સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ આપશે તો પોલીસ કાર્યવાહી કરશે
Gir Somnath News : લઘુમતી સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ આપશે તો પોલીસ કાર્યવાહી કરશે

By

Published : Apr 1, 2023, 7:11 PM IST

જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં

ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામ જન્મોત્સવ ઉજવણી દરમિયાન રાત્રિના સમયે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હિન્દુ સમાજની પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાનીએ લઘુમતી સમાજ પર આપત્તિજનક ભાષણ કર્યું છે. સમગ્ર મામલાને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે આજે પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

શાંતિ સમિતિની બેઠક : ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રામ જન્મોત્સવ ઉજવણી સમિતિ દ્વારા રાત્રિના સમયે હિન્દુ ધર્મસભાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા પ્રખર મહિલા વક્તા કાજલ હિન્દુસ્તાનીએ લઘુમતી સમાજ પ્રત્યે ખૂબ જ ઉગ્ર અને આકરુ નિવેદન આપ્યું છે. જેને લઈને ઉના શહેરમાં જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠકનો આયોજન કરાયું હતું, જેમાં સર્વે સમાજના લોકો જોડાયા
હતા. ઉના શહેરમાં શાંતિનુ વાતાવરણ બની રહે તે માટેના પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો Vadodara Stone Pelting: ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારા મામલે SITની રચના, પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી

આજે ઉના શહેર જોવા મળ્યું બંધ :સમગ્ર મામલાને લઈને આજે ઉના શહેરના નાના મોટા વેપાર ધંધાની સાથે શાકભાજી અને પાથરણા ૉવાળાઓએ પણ બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જે રીતે રામ જન્મોત્સવ ઉજવણી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ કર્યું છે, તેને લઈને હવે બંને સમાજમાં રોષ જવા મળી રહ્યો છે. તેને શાંત કરવા અને સમસ્યાનો નિરાકરણ આવે તે માટે જિલ્લા પોલીસ વડા શ્રીપાલ શેષમાં પણ ઉનામાં સતત માર્ગદર્શન આપી રહ્યા છે.

ફરિયાદ આપશે તો થશે કાર્યવાહી : જિલ્લા પોલીસ વડાએ આજે ઉના ખાતે માધ્યમો સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે જે રીતે રામ જન્મોત્સવ શોભાયાત્રા બાદ હિન્દુ ધર્મ સભામાં કાજલ હિન્દુસ્તાનીએ ઉગ્ર અને આપત્તિજનક ભાષણ આપ્યું છે તેવી ફરિયાદ લઘુમતી સમાજ દ્વારા પોલીસને આપવામાં આવશે તો પોલીસ તાકીદે ફરિયાદ લઈને ઉશ્કેરાટભર્યા ભાષણો માટે જવાબદાર કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ દાખલ પણ કરશે.

આ પણ વાંચો Vadodara Crime News : વડોદરા પથ્થર મારની ઘટનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, 5 આરોપીઓના થયા રિમાન્ડ મંજૂર

પોલીસ ફરિયાદ થઇ નથી : પરંતુ હજી સુધી લઘુમતી સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવી નથી. હાલ સમગ્ર ઉના શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજના દિવસે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટવા પામી ન હતી તેવું અંતમાં જિલ્લા પોલીસ વડા શ્રીપાલ શેષ્માએ માધ્યમોને જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details