થોડા સમય પૂર્વે યુવાનનો વીડિયો વાયરલ થયો હતો, જેના અંગે પણ પોલીસને આશંકા છે. આ વીડિયોમાં મૃતક યુવાન અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કરવા ધર્મ પરિવર્તનની વાત કરી રહ્યો છે.
ગીર સોમનાથમાં ધર્મપરિવર્તનની આશંકામાં યુવાનની થઈ હત્યા - love Affair
ગીર સોમનાથઃ નવાબંદર નજીક એક યુવાનને પથ્થરોથી માર મારીને હત્યા કરીને ત્યાર બાદ ઢસડીને અવાવરૂ જગ્યા પર મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો.
નવાબંદર પોલીસ સ્ટેશનની હદમાં શુક્રવારે ઝાખરવાડા રામપરાના રસ્તા પર એક યુવાન રમેશ સોલંકી ઉંમર 35ની નિર્મમ હત્યા કરીને તેને ઢસડી મૃતદેહને ફેંકી કોઈ નાસી ગયેલ બનાવની જાણ થતાં નવાબંદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ધટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે ઊના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. આ સમયે મૃતક રમેસના સગાં સહીત ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી આક્રોશ વ્યક્ત કરેલો બાદ પોલીસે તાકીદે હત્યારાને ઝડપી આકરી કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. બાદ સ્વજનોએ રમેશના મૃતદેહનો અંતિમક્રીયા કરવા સ્વીકાર કર્યો હતો.
બીજી તરફ મળતી માહિતી મુજબ વાત માનીએ તો થોડા સમય પૂર્વે એક વીડિયો વાયરલ થયેલું, જેમાં મૃતક પોતે ધર્મ પરિવર્તન કરવાની વાત કરી કોઈ છે. સાથે-સાથે લગ્નની વાત કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.