ગીર સોમનાથઃ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિવાદમાં ફસાયા છે. ચુડાસમાના સગા માસી ના દીકરાએ કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં ધારાસભ્યના નામનો ઉલ્લેખ છે. જો કે ધારાસભ્યનું નિવેદન છે કે આ એક ષડયંત્ર છે. મૃતક અને મારા વચ્ચે બે વર્ષથી કોઈ સંપર્ક નથી તેમ વિમલ ચુડાસમા જણાવે છે. આ આખા કિસ્સામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Gir Somnth News: કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ તેમના માસિયાઈ ભાઈની કથિત આત્મહત્યામાં બહાર આવ્યું - જી જી હોસ્પિટલ
ગીર સોમનાથના કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિષયક વિવાદ સામે આવ્યો છે. ધારાસભ્યના માસિયાઈ ભાઈએ કથિત રીતે આત્મહત્યા કરી છે. જેની સ્યુસાઈડ નોટમાં ધારાસભ્યના નામનો ઉલ્લેખ હોવાના સમાચાર છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક
Published : Oct 30, 2023, 4:35 PM IST
|Updated : Oct 30, 2023, 4:55 PM IST
શંકાસ્પદ બાબતોઃ મૃતકનું જીજી હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. ઘટના સ્થળેથી મૃતકને કોણ હોસ્પિટલ સુધી પહોંચાડી ગયું તે મોટો કોયડો છે. સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા સખ્શો મૃતદેહને હોસ્પિટલ લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમજ સ્યુસાઈડ નોટમાં કેટલીક વાતો અંગ્રેજીમાં લખી છે. મૃતકને અંગ્રેજી આવડતું જ નહતું તેવો દાવો ધારાસભ્ય કરી રહ્યા છે. મૃતકના શરીરના કેટલાક અંગો પર માર મારવાના નિશાન પણ જોવા મળ્યા છે. તેમજ મૃતકનો મોબાઈલ પણ લાપતા છે જેને પોલીસ શોધી રહી છે.
મૃતકને હોસ્પિટલ સુધી કોણે પહોંચાડ્યો તે જ મોટો સવાલ છે. મેં અને પોલીસે સાથે મળીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. એક કારમાં કેટલાક અજાણ્યા સખ્શો મૃતદેહને હોસ્પિટલ સુધી લાવ્યા હતા. બીજું મારે અને મૃતકને છેલ્લા 2 વર્ષથી કોઈ સંપર્ક જ નથી. મૃતકનો મોબાઈલ પણ લાપતા છે. મને બદનામ કરવા માટે મારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. સત્ય બહાર આવશે...વિમલ ચુડાસમા(ધારાસભ્ય, ગીર સોમનાથ)