ગીર સોમનાથ: પ્રાચીમાં બળજબરી અને ધર્મ પરિવર્તનનો કિસ્સોગીર સોમનાથ જિલ્લાના પ્રાચી નજીક આવેલી ખાનગી શાળા ની એક શિક્ષિકાએ શાળામાં રેક્ટર તરીકે કામ કરતા આબી દ ખાડાણી ની સામે દુષ પ્રેરણા બળજબરી અને ધર્મ પરિવર્તનની સાથે લઘુમતી ધર્મ અંગીકાર કરીને લગ્ન કરવાના દબાણ સામે સુત્રાપાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિક્ષિકા ની ફરિયાદ ને આધારે પોલીસે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈપીસીની અલગ ધારાઓ નીચે આરોપી રેક્ટર આબીદ ખાડાણી સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
Gir Somnath Crime: ગીર સોમનાથમાં સાથે કામ કરતી કર્મચારીને લઘુમતી રેક્ટરે ફસાવી, પોલીસે હાથ ધરી તપાસ - police conducted investigation
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચીન નજીક આવેલી ખાનગી શાળામાં રેક્ટર તરીકે કામ કરતા આબિદ મુસા ખાડાણી સામે બળજબરી અને ધર્મ પરિવર્તન કરવાની સાથે લગ્ન કરવાનું દબાણ ઊભું કરવાના કેસમાં શાળાની શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લઘુમતી રેક્ટર સામે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.
"શાળામાં આરોપી અને ફરિયાદી બંને એક સાથે કામ કરતા હતા જેથી આરોપી આબીદ ખાડાણી યુવતીને મિત્રતા રાખવા દબાણ કરતો હતો. તેની એકલતાનો લાભ લઈને કેટલાક ફોટાઓ પણ તેણે તેના મોબાઈલમાં પાડેલા હતા જેના થકી તે યુવતીને ધાક ધમકી આપીને તેની સગાઈ તોડી નાખવા માટે દબાણ કરતો હતો. વધુમાં તે યુવતીના ભાઈને ગુમ કરી દેશે આવી ધમકી પણ આપતો હતો. જેને કારણે યુવતીએ સુત્રાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આજે આઈપીસી તેમજ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ તેમજ આઇટી એક્ટ નીચે ફરિયાદ નોંધણી ને આરોપી આબિદ ખાડાણી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે."--વી કે ખેંગાર (પોલીસ અધિક્ષક)
લગ્ન માટે કરતો દબાણ:આરોપી આબિદ ખાડાણી શાળામાં તેની સાથે કામ કરતી યુવતી ને મિત્રતા રાખવાની સાથે ધર્મ પરિવર્તન કરીને તેમની સાથે લગ્ન કરવાનું દબાણ કરતો હતો. જો આમ નહીં કરે તો તે યુવતીના ભાઈને ગુમ કરીને યુવતી ની સગાઈ જે જગ્યા પર થઈ છે. ત્યાં તેના ફોટોગ્રાફ્સ બતાવીને તેની સગાઈ તોડાવી નાખશે આવી ધાક ધમકી આપીને યુવતી સાથેના કેટલાક ફોટાઓ આરોપી આબિદ ખાડાણી એ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને આજે વિધિવત રીતે સુત્રાપાડા પોલીસ મથક મા ફરિયાદ દાખલ થઈ છે.