- ગીર-સોમનાથમાં RTPCR ટેસ્ટ લેબનુ લોકાર્પણ કરવામાં આવ્યું
- પ્રવાસન મંત્રી દ્વારા કરવામાં આવ્યું લોકાર્પણ
- 6 લેબ ટેકનિશયન લેબમાં ફરજ બજાવશે
ગીર-સોમનાથ: જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એક સુવિધા રાજ્ય સરકાર દ્વારા ગીર-સોમનાથ જિલ્લાને પ્રાપ્ત થઇ છે. આજે સિવિલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ લેબનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
RTPCR ટેસ્ટનુ લોકાર્પણ
જિલ્લાની જુની સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગ, વેરાવળ ખાતે ગુજરાત સરકાર દ્વારા ICMRના નિયમોનુસાર કોવિડ-19ના દર્દીઓના ઝડપી નિદાન થાય તે માટે નવી RTPCR લેબ શરૂ કરવામાં આવી છે. જેનું રવિવારે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, સ્થાનિક RTPCR લેબ શરૂ થતા હવે જુનાગઢ સેમ્પલ મોકલવાની જરૂરીયાત નહી રહે અને દર્દીના ૨૪ કલાકમાં રીપોર્ટ મળી જશે. આ લેબમાં એક માઇક્રોબાયોજીસ્ટન અને 6 લેબ ટેકનિશયન ફરજ બજાવશે.