સામાન્ય રીતે કોઈ પણ ખેડૂતને પોતાની જમીન કરતાં વધારે જો કોઈ વસ્તુ હોય તો તે હોય છે, પાણી પરંતુ જો એમ કહીએ કે ખેડૂતો પાણી નફરત કરી રહ્યા છે, તો ખેડૂતો પોતાના ખેતરે આવેલા કુવામાંથી પાણી બહાર આવી રહ્યા છે. એવું કહીએ તો હા ગીર-સોમનાથ જિલ્લાની અંદર ખેડૂતો પાણીને કરી રહ્યા છે. નફરત વાત એવી છે કે ગીર-સોમનાથ જિલ્લાની અંદર જ્યારે ખેડૂતો વાવણી માટે વરસાદની અપેક્ષા રાખી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ દર્શન આપ્યા નહોતા પરંતુ જ્યારે ચોમાસુ પૂરું થવાના આરે હતું ત્યારે મેઘમહેરને બદલે મેઘરાજાએ મેઘ કહેર વરસાવ્યો હતો, ત્યારે ખેડૂતો પાકેલો પાક ખેતરમાંથી બહાર કાઢવા સક્ષમ નથી. જેના કારણે ખેતરો પાણીથી તરબતર ભરેલા છે.
જાણો શા માટે ગિર સોમનાથના ખેડૂતો કુવામાંથી પાણી બહાર વહાવી રહ્યા છે!!! - Etv Bharat Special
ગીર સોમનાથઃ રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે જગતના તાતને ભારે નુકશાન થયુ છે અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગીર સોમનાથમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય થઇ છે, આ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને ખેડૂતોનો પાક નાશ થઇ ચુક્યો છે, ભારે વરસાદના કારણે પાણી ખેતરોમાંથી ખાલી થતા નથી. ગીર સોમનાથમાં બચેલો પાક પણ બળી ના જાય તે ભયથી ખેડૂતો ખેતરના પાણી બહાર કાઢવા મજબૂર છે. કુવામાં પાણી ઓછુ થાય અને તે પાણી તળમાં ચાલ્યું જાય તે માટે ખેડૂતો પોતાના કુવા ખાલી કરી રહ્યા છે.
જાણો શા માટે ગિર સોમનાથના ખેડૂતો કુવામાંથી પાણી બહાર વહાવી રહ્યા છે...
ઇટીવી ભારત આ સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરી આ ખાસ એહવાલ ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા પ્રકાશમાં લાવ્યું છે. ખેડૂતો જાણે છે કે પોતાનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. પરંતુ પોતાના પશુઓને ચારો પૂરો પાડવા માટે ખેડૂતો પોતાના કૂવામાંથી સબમર્સીબલ પંપ અથવા મોટરો મૂકી પાણી બહાર ઉલેચી રહ્યા છે. જેના કારણે ખેતરોમાં છે તે પાણી ઓસરે અને પાણીના તળ નીચા જાય જેથી પોતાના પાલતુ પ્રાણીઓ માટે તેઓ ઘાસચારો તરીકે પોતાના નિષ્ફળ પાકના પર્ણો ઉપયોગમાં લઇ શકે છે.
Last Updated : Oct 10, 2019, 3:00 PM IST