ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર-સોમનાથ : સુત્રપાડા તાલુકાની સીમમાં ગેરકાયદેસર ડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો - Police action

ગીરસોમનાથના સુત્રપાડા તાલુકાની સીમમાં ગેરકાયેદર ડિઝલનો વ્યાપાર ચાલી રહ્યો છે, જેમાં પોલીસે બાતમીને આધારે પોલીસે 3 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો.

xx
ગીર-સોમનાથ : સુત્રપાડા તાલુકાની સીમમાં ગેરકાયેદર ડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો

By

Published : Jun 19, 2021, 9:39 AM IST

Updated : Jun 19, 2021, 1:00 PM IST

  • ગીર-સોમનાથ જિલ્લામાંથી ગેરકાયદેસર ડિઝલ મળી આવ્યું
  • બાતમીના આધારે કાર્યવાહી
  • કેટલાય સમયથી આ વ્યપાર ચાલી રહ્યો હતો

ગીર સોમનાથ : જિલ્લાના સુત્રપાડા તાલુકાના વાવડી ગામે મામલતદાર તથા પોલીસે સયુંકત રીતે કામગીરી હાથ ધરી રૂપિયા.1.80 લાખની કિંમતનો ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે કાર્યાવાહી

સુત્રાપાડાના મામલતદાર રાજુભાઈ સાજણભાઇ હુણએ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે સીમ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યાની બાતમીના આધારે સ્ટાફ પેટ્રોલિંગ માટે નિકળ્યા હતા. દરમિયાન અધિકારીઓએ રૂબરૂ સ્થળ તપાસણી કરતા બિનઅધિકૃત રીતે બાયોડીઝલ અંગેના પુરાવા મળ્યા હતા. જેમાં ફ્યુઅલ સ્ટેશન, નોઝલ સાથેનુ બાયોડીઝલ તેમજ તેને લગતી સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 3,61,600 નો મુદામાલ મળી આવ્યો હતો.

આ પણ વાંચો : ગીર સોમનાથના કોડીનાર દેવળી(દેદાજી) ગામના ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત

3 લાખનો માલ જપ્ત કર્યો

સ્થળ ઉપર જમીન માલિકની કબૂલાતના આધારે બાયાડીઝલના વેંચાણકર્તા ભાવેશભાઈ ભીમભાઈ પાસે તરીકે કોઇ બીલ કે રજીસ્ટરો મળી આવ્યા ન હતા. જેથી બાયોડિઝલ જથ્થો 3 હજાર લીટર પ્રતિ લીટર 60 રૂપિયા લેખે કુલ રૂપિયા.1.80 લાખ તથા બાયોડીઝલ, સાધન સામગ્રી અદાજીત રૂપિયા.1,81,770 મળી કુલ રૂપિયા.3,61,600 નો મુદામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના સમુદ્રમાં વ્હેલ શાર્કનું સંરક્ષણ અભિયાન, હવે 800 વ્હેલના થયાં રેસ્કયૂ

કેટલાય સમયથી થઈ રહ્યુ હતુ વેચાણ

છેલ્લા થોડા સમયથી ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેંચાણ થઈ રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં જિલ્લાના વેરાવળ-સુત્રાપાડા પંથકમાં ત્રણેક દરોડા પાડી ગેરકાયદેસર બાયો ડીઝલ વેંચાણનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક વખત તો સ્થાનીક તંત્રને અંધારામાં રાખી ગાંધીનગરની ટીમે દરોડો પાડી મોટા જથ્થા સાથે મુદામાલ જપ્ત કર્યો હતો. આટલી કાર્યવાહી થઈ રહી હોવા છતાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેંચાણ બેરોકટોક થઈ રહ્યું છે જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનીક જિલ્લાના જવાબદાર તંત્રની મિલીભગત હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે.

Last Updated : Jun 19, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details