ગીર સોમનાથઃ સરકારે અનલોક-1માં પ્રતિબંધ હળવા કર્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો મગફળીનું વાવેતર કરી અને ભારે પાક ઊગાવી દેશના અર્થતંત્રને મદદ રૂપ થવા વધુ મક્કમ બન્યા છે.
ગીર સોમનાથ: ખેડૂતોએ કોરોના અને કમોસમી માવઠાથી નિરાશા ખંખેરી, વાવણી કરી શરૂ - ભીમ અગિયારસ
કોરોના સંકટ અને લોકડાઉનની આફતને અવસરમાં પલટાવવા ગીર સોમનાથમાં ખેડૂતોએ કમ્મર કસી છે. ખેડૂતોએ મગફળી અને જુવાર સહિતના પાકોના વાવેતરનો શુભારંભ કર્યો છે.
તાજેતરમાં છેલ્લા એક અઠવાડીયાથી કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી, કેળાં, અડદ, તલ, બાજરી કેસર કેરી વગેરેમાં ભારે નુકસાની વેઠ્યા પછી પણ વરસાદ થતા નિરાશા ખંખેરી મગફળીના વાવેતરમાં ઉત્સાહભેર જોડાઈ ગયા છે અને સારા પાકની આશા સેવી રહ્યા છે.
ઈટીવી સાથે વાત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશમાં કોરોનામાં અગાઉના પાકમાં પુરા ભાવ નથી મળ્યા તેથી નુકસાન ગયું છે. પરંતુ ભીમ અગિયારસ અનો રોહીણી નક્ષત્રમાં વરસાદ થતા આફતને અવસર માની ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. 75 ટકા જિલ્લામાં વરસાદ થતી વાવણી સારી અપેક્ષા સાથે સરૂ કરી છે. ખેડૂતો કોરોનામાં વિકાસ દરને નુકસાન થયું છે, તે ખેડૂતો દેશની આર્થીક સમસ્યામાં સંકટમાંથી દેશને મુક્ત કરવા આશાવાદી છે.