ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં  અન્નદાતા જ ધાન માટે લાચાર, સાંભળો ખેડુતોની આપવીતી - ખેડૂતોને ભારે હાલાકી

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતો ઉપર જાણે કે કુદરત કોપાયમાન હોય એમ પેહલા સાત માસ લાંબુ ચાલેલ ચોમાસુ મગફળીની સીઝન નિષ્ફળ કરી ગયું છે, ત્યાર બાદ સરકાર દ્વારા નિકાસ ઉપર સબસીડી ન આપતા ઘઉંની બજાર અત્યંત નીચા ભાવની રહી જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ વધુ બગડી અને હવે લોકડાઉનના કારણે ખેડૂતો પોતે ખાવા માટે વાવતા જુવાર,બાજરી, જેવા પાકો નિષફળ જવાની ભીતિ સેવી રહ્યા છે.

લોકડાઉનમાં ખેડૂતોને પડી રહી છે ભારે હાલાકી, ઘરમાં ખાવા ધાન ન હોવાનો જગતના તાતનો વિલાપ
લોકડાઉનમાં ખેડૂતોને પડી રહી છે ભારે હાલાકી, ઘરમાં ખાવા ધાન ન હોવાનો જગતના તાતનો વિલાપ

By

Published : Apr 8, 2020, 8:59 PM IST

ગીરસોમનાથઃ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે તેઓને એક તરફરથી નિષ્ફળ સીઝનનો પાક વિમો નથી મળી રહ્યો બીજી તરફ તેઓને સરકાર દ્વારા ગભરાયા વગર ખેતી કરવા કહેવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ નીચી ગઈ છે અને સરકાર દ્વારા સહાય ન મળે તો ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકે.

લોકડાઉનમાં ખેડૂતોને પડી રહી છે ભારે હાલાકી, ઘરમાં ખાવા ધાન ન હોવાનો જગતના તાતનો વિલાપ

જ્યારે ખેડૂતોને જંતુનાશક દવાઓ, મશીનરી, તેમજ બીજની દુકાનો ખુલી હોય તો જ ખેડૂત ખેતી શરૂ કરી શકે તેના વગર આજના સમયમાં ખેતી શક્ય નથી. ત્યારે લોકડાઉનના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત સીઝનની આર્થિક પરિસ્થિતિ ઉપર લોકડાઉનની બેરોજગારી ખેડૂતોને અનહદ ભીંસમાં લઈ રહી છે. ત્યારે પોતાના બાવળાના જોરે ધાન્ય ઉગાવીને આખા જગતની ભૂખ ભાંગતો ખેડૂતો અત્યારે કહી રહ્યો છે કે અમારા ઘરમાં ખાવા ધાન નથી વધ્યા. જો આમ જ લોકડાઉન ચાલ્યું તો નાના ખેડૂતોને બે ટંકનો રોટલો મળવો પણ ચોક્કસથી મુશ્કેલ બનશે.

લોકડાઉનમાં ખેડૂતોને પડી રહી છે ભારે હાલાકી, ઘરમાં ખાવા ધાન ન હોવાનો જગતના તાતનો વિલાપ
લોકડાઉનમાં ખેડૂતોને પડી રહી છે ભારે હાલાકી, ઘરમાં ખાવા ધાન ન હોવાનો જગતના તાતનો વિલાપ

ABOUT THE AUTHOR

...view details