લોકોને નજીકનાં અંતરેથી રોપા ઉપલબ્ધ થાય તેમજ બિજ વિતરણ હેઠળ લાભાર્થીને આર્થિક લાભ થાય તે માટે વનવિભાગે પ્રયત્નો હાથ ધાર્યા છે. જે અન્વયે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં 70માં વન મહોત્સવ નિમિત્તે જુદી-જુદી યોજનાઓ હેઠળ રોપ વિતરણ કરવા માટે 17.80 લાખ જેટલા વિવિધ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.
જેમાં ખાતાકીય નર્સરીઓમાં 14.25 અને મહિલા નર્સરીઓમાં 3.55 લાખ મળી કુલ 17.80 લાખ રોપાઓનો સમાવેશ થાય છે. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ વન વિભાગે વન મહોત્સવમાં લોકોની ભાગીદારી વધારવા નવતર અભિગમ અપનાવ્યો છે. લોકો વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરે તેવા અભિગમને પર્યાવરણપ્રેમીઓ આવકારી રહ્યા છે.
ગીર સોમનાથ વન વિભાગે કર્યો 17.80 લાખનો રોપાઓનો ઉછેર જિલ્લામાં ખાતાકિય નર્સરીઓમાં નીલગીરી, લીમડો, શરૂ, ફળાઉ, ફુલછોડ અને કણોનલ અને અન્ય મળી વેરાવળ તાલુકામાં 2.5 લાખ, સુત્રાપાડા તાલુકામાં 2.25 લાખ, તાલાળા તાલુકામાં 2.15 લાખ, ઉના તાલુકામાં 4.60 લાખ અને કોડીનાર તાલુકામાં 3.20 લાખ મળી કુલ 14.25 લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથ વન વિભાગે કર્યો 17.80 લાખનો રોપાઓનો ઉછેર, સર્જી ખેડૂતો માટે રોજગારીની તકો ડીસીપી/ મહિલા નર્સરીમાં વેરાવળ તાલુકામાં 35 હજાર, સુત્રાપાડા તાલુકામાં 70 હજાર, તાલાળા તાલુકામાં 55 હજાર, ઉના તાલુકામાં 1.20 લાખ, ગીરગઢડા તાલુકામાં 10 હજાર અને કોડીનાર તાલુકામાં 65 હજાર મળી કુલ 3.55 રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આમ કુલ 17.80 લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે.
સામાજિક વનીકરણ દ્વારા અમલી ડીસીપી શાખા, કિસાન, ગૃપ નર્સરી યોજના હેઠળ નાના સિમાંત ખેડૂતો, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, ખેત વિહોણા મજુરોને કામ આપીને રોપાઓ વન ખાતાનાં માર્ગદર્શન હેઠળ ઉછેરવામાં આવે છે. જેથી વનીકરણ સાથે જ રોજગારીની પણ તક ઉભી થાય છે.