ગીર સોમનાથઃ જિલ્લામાં 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધા હતા. ત્યારે આરોગ્ય તંત્ર કોરોનાને લઇ એલર્ટ બન્યું છે. ત્યારે જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના કેસ જામનગર લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલાયા હતા. ત્યારે જિલ્લાના કોરોનાના શંકાસ્પદ 11 દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કોરોના શંકાસ્પદ 11 દર્દીના રીપોર્ટ નેગેટીવ - Suspected Corona case at Jamnagar Laboratory
ગીર સોમનાથ જિલ્લામાં 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધા હતા. ત્યારે આરોગ્ય તંત્ર કોરોનાને લઇ એલર્ટ બન્યું છે. ત્યારે જિલ્લામાંથી શંકાસ્પદ કોરોનાના કેસ જામનગર લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલાયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના કોરોના શંકાસ્પદ 11 દર્દીના રીપોર્ટ નેગેટીવ
ગીર સોમનાથ જિલ્લામાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ, નગરપાલિકા તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા કામગીરી થઈ રહી છે.
સાથે જ જિલ્લામાં હાલમાં 261 વિદેશી પેસેન્જરોએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલા છે. અને તંત્રના ફેસેલીટી કોરોન્ટાઈનમાં 21 લોકો છે. ત્યારે તંત્ર આ તમામ લોકો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
TAGGED:
ગીર સોમનાથ ન્યૂઝ