રાહુલ ગાંધી મામલે સોમનાથમાં વિરોધ ગીર સોમનાથ:શુક્રવારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં બે વર્ષની સજા ફટકાર્યા બાદ ગઈકાલે તેમનું લોકસભાનું સભ્યપદ રદ થવાનો હુકમ લોકસભા સચિવાલયે કર્યો છે. જેના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લા અને યુવક કોંગ્રેસ દ્વારા વેરાવળના ટાવર ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉગ્ર રીતે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી..
રાહુલના સવાલો હવે દેશભરમાં ગુંજશે, પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર
રાહુલ ગાંધી મામલે સોમનાથમાં પણ વિરોધ:શુક્રવારે સુરતની અદાલતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળની વાયનાડ બેઠકના સાંસદ રાહુલ ગાંધીને માનહની કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ ગઈકાલે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનો સાંસદ સભ્યપદ રદ કરવાના મામલે હવે કોંગ્રેસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનની રણનીતિ ઘડાઈ રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે આજે જિલ્લા અને યુવક કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી પર કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે કનડગત કરીને તેને પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા યોજ્યા હતા. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે હાજરી આપી હતી. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાયત પણ કરી છે.
'મોદી સરનેમ'વાળા ટ્વિટ પર ખુશ્બૂએ કર્યો વળતો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ એટલી બેહાલ છે કે જૂની ટ્વિટને વજન આપી રહી છે
કોંગી કાર્યકરોએ નરેન્દ્ર મોદીના ફોટા પર લગાવી શાહી:વેરાવળના ટાવર ચોકમાં પ્રથમ ધરણા રૂપે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર બની ગયા હતા અને વિરોધ પ્રદર્શનમાં રાખવામાં આવેલા પોસ્ટરમાં નરેન્દ્ર મોદીના ફોટા પર કાળી શાહી લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને રોકવામાં પોલીસ પણ નિષ્ફળ ગઈ હતી, અંતે ઉગ્ર બની રહેલા કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરીને વેરાવળ પોલીસે વિરોધ પ્રદર્શનને અટકાવી દીધુ હતુ. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ઉનાના પુર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ હાજર રહ્યા હતા.