ગીર સોમાનાથ : સુત્રાપાડા શહેરના ધનેશ્વર વિસ્તારમાં ગાયે યુવાન પર હિચકારો હુમલો કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે રીતે ગાય યુવાન પર હુમલો કરી રહી છે, તે જોતા સૌ કોઈના રુંવાડા ઉભા થઈ જાય છે. ત્રણ ચાર યુવાનોએ ગાયની પકડમાં રહેલા યુવાનને બચાવવાની કોશિશ કરે છે, પરંતુ ગાય યુવાનને સતત પોતાના શીંગડા અને માથા વડે પ્રહારો કરીને મરણ તુલ્ય ઈજાઓ પહોંચાડી છે. હાલ ઈજાગ્રસ્ત યુવાનને સુત્રાપાડા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી છે.
Gir Somnath News : સુત્રાપાડામાં ગાયે વટાવી પશુતાની તમામ મર્યાદા, યુવાન પર સતત માથા-શિંગડા વડે કર્યો હિચકારો હુમલો - cow attacked on youth
ગીર સોમનાથના સુત્રાપાડામાં ગાય હિંસક બનીને યુવાન પર હુમલો કર્યાનો વિડીયો વાયરલ થયો છે. ધનેશ્વરમાં ગાયનો યુવાન પર નિર્દયતાથી હુમલો જોતા સૌ કોઈના રૂંવાડા ઉભા થઈ જાય છે. હોસ્પિટલમાં યુવાનની હાલત ગંભીર હોવાના સુત્રો મળી રહ્યા છે.
સુત્રાપાડામાં ગાયે કર્યો યુવાન પર હિંસક હુમલો : પશુઓ પણ કેટલી હદે ક્રૂર અને હિંસક બની શકે છે, તેનો જીવંત દાખલો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરના ધનેશ્વર વિસ્તારમાં સામે આવ્યો છે. અચાનક ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલી એક ગાયે યુવાન વ્યક્તિને ખૂબ જ નિર્દયતા પૂર્વક વાર પર વાર કરીને તેને મરણ તુલ્ય ઈજાઓ પહોંચાડી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પ્રકારે ઉશ્કેરાઈ જઈને ખૂબ જ હિંસક સ્વરૂપ ધારણ કરેલી ગાય યુવાન પર ખૂબ જ નિર્દયતાથી હુમલો કરી રહી છે. આ પ્રકારે કોઈ પશુ દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવો કદાચ ગુજરાતના ઇતિહાસનો પ્રથમ કિસ્સો હશે. જે રીતે વીડિયોમાં ગાય ખૂબ જ નિર્દયતા પૂર્વક યુવાન પર હુમલો કરી રહી છે, તે જોતા સૌ કોઈના રુવાડા ઉભા થઈ જાય છે.
યુવાનને સારવાર માટે હોસ્પિટલ મોકલાયો :ગાયના હુમલામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સુત્રાપાડા હોસ્પિટલે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જે રીતે ગાય યુવાન પર હુમલો કર્યો છે. તેને લઈને તેના શરીરના તમામ ભાગોમાં અને ખાસ કરીને કરોડરજ્જુ અને શરીરના આંતરિક ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હશે. જેને લઈને તબીબો યુવાનની સારવાર કરી રહ્યા છે, પરંતુ જે રીતે ગાયે એકદમ ઉશ્કેરાઈ જઈને યુવાનને જાણે કે મારવા માટે હુમલો કર્યો હોય તે પ્રકારના ચિંતાજનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.