ગુજરાત

gujarat

ETV Bharat / state

Gir Somnath Crime : દેશી દારૂના પીઠા પર દરોડા કરતા પોલીસ પર હુમલો, કર્મીઓ ઈજાગ્રસ્ત - bootleggers Attack Kodinar Police

ગીર સોમનાથના કોડીનાર પોલીસ પર બુટલેગરોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે દેશી દારૂના પીઠા પર દરોડા કરતા બુટલેગરો ઉશ્કેરાયા હતા. આ હુમલામાં ઇન્સ્પેકટર સહિત કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી છે. કોડીનાર પોલીસ પર બુટલેગર હુમલો કરી ફરાર હુમલાખોરો ને પકડી પાડવા પોલીસે હાથ ધરી કવાયત

Gir Somnath Crime : દેશી દારૂના પીઠા પર દરોડા કરતા પોલીસ પર હુમલો, કર્મીઓ ઈજાગ્રસ્ત
Gir Somnath Crime : દેશી દારૂના પીઠા પર દરોડા કરતા પોલીસ પર હુમલો, કર્મીઓ ઈજાગ્રસ્ત

By

Published : Mar 13, 2023, 9:27 AM IST

કોડીનાર પોલીસ પર બુટલેગર હુમલો કરી ફરાર

ગીર સોમનાથ : ગત રાત્રિના સમયે કોડીનાર પોલીસ પર બુટલેગરો અને તેના મળતીયાઓએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર ભોજાણી સહિત બે કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત પોલીસ વાહનને પણ નુકસાન થયું છે, ત્યારે પોલીસે હુમલાખોર બુટલેગર અને તેના સાગરીતોએ પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કોડીનાર પોલીસ પર હુમલો બુટલેગરો ફરાર :ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ દરમિયાન ગત રાત્રિના સમયે બુટલેગરો દ્વારા સામૂહિક હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં કોડીનારના PI ભોજાણી સહિત બે કોન્સ્ટેબલોને ઈજાઓ થતા તેને સારવાર માટે કોડીનારની વાળા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ બુટલેગરના દેશી દારૂના ઠેકાણા પર તપાસ કરવા પહોંચી હતી, ત્યારે અચાનક દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો અને તેના મળતીયાઓએ સંગઠિત બનીને હુમલો કરતા તેમાં PI અને બે કોન્સ્ટેબલ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો :Ahmedabad Crime News : અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક, સોસાયટીમાં પ્રવેશીને પરિવાર પર કર્યો જાનલેવા હુમલો

હુમલો કરવા પાછળનું કારણ :કોડીનાર શહેરના પાંજરાપોળ વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી દેશી દારૂનો ધંધો સ્થાનિક બુટલેગર કરી રહ્યા હતા. જેની જાણ પોલીસને થતા PSI સહિત પોલીસ કોન્સ્ટેબલો દેશી દારૂના પીઠા પર દરોડા કર્યા હતા. જેને લઈને ઉશ્કેરાઈ ગયેલા દારૂના ધંધાર્થી અને તેના મળતીયાઓએ PSI ભોજાણી અને પોલીસની ટીમ પર હુમલો કર્યો છે. જેમાં પીઆઈ અને કોન્સ્ટેબલને ઇજાઓ થઈ હતી છે. આ સાથે સાથે પોલીસ વાહનને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો :Hippopotamus Attack: વડોદરા સયાજીબાગમાં હિપોપોટેમસે ઝૂ ક્યુરેટર અને સિક્યુરીટી જવાન ઉપર કર્યો જીવલેણ હુમલો

પોલીસ બેળામાં ભારે રોષ :હુમલો કરીને ભાગી જનાર બુટલેગર અને તેના મળતીયાઓને પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હુમલાની ઘટના બનતા જ ગીર સોમનાથ જિલ્લા પોલીસનો તમામ સ્ટાફ કોડીનાર પહોંચી ગયો હતો. નાકાબંધી સહિત બુટલેગરોના છુપાવવાની કે ભાગી જવાની તમામ સંભવિત જગ્યાઓ પર તપાસ શરૂ કરી છે. હાલ તો કોડીનાર PI આર.એ. ભોજાણીએ હુમલો થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલામાં સોમનાથ પોલીસ પણ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details