ગુજરાત

gujarat

ETV Bharat / state

Leopard Attacks: દીપડાના હુમલા બાદ ભયથી થરથર કાંપતુ ગીરનું મટાણા ગામ, 24 કલાકમાં બેના મોત - leopard attack

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં દીપડાએ હાહાકાર ફેલાવ્યો છે. રાત્રિના સમયે બાળકનો શિકાર કર્યા બાદ વહેલી સવારે વૃદ્ધાને પણ શિકારના ઇરાદે ગંભીર ઇજાઓ પહોંચાડતા ગામમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના સતત હુમલાને લઈને વન વિભાગે પણ હિંસક બનેલા દીપડાને પાંજરે પુરવા માટે આઠ જેટલા પિંજરા ગામમાં ગોઠવી દઈને હિંસક દીપડાને પકડવા માટે કવાયત તેજ કરી છે.

દિપડાના હુમલા બાદ ભય થી થરથર કાંપતુ ગીરનુ મટાણા ગામ
દિપડાના હુમલા બાદ ભય થી થરથર કાંપતુ ગીરનુ મટાણા ગામ

By

Published : Aug 16, 2023, 11:38 AM IST

Updated : Aug 16, 2023, 2:23 PM IST

દિપડાના હુમલા બાદ ભયથી થરથર કાંપતુ ગીરનું મટાણા ગામ

ગીર સોમનાથ: ગીરમાં સતત દીપડાના ભય અને હુમલાના બનાવો વધી રહ્યા છે. 24 કલાક દરમિયાન દીપડાએ ત્રણ વ્યક્તિ પર હુમલા કર્યા છે. સતત દીપડાના હુમલાથી ગામ લોકોમાં ભારે ભયનો માહોલ છે. ગઈકાલે રાત્રિના દસ વાગ્યાની આસપાસ શિકારની ફિરાકમાં ગામમાં પહોંચેલા એક હિંસક બનેલા દીપડાએ બે વર્ષના બાળકને ઉઠાવી જઈને તેનો શિકાર કર્યો હતો. તો ગત રાત્રીના સમયે વૃદ્ધ મહિલાને શિકાર બનાવી હતી. મટાણા ગામના લોકો પાછલા 24 કલાકથી દીપડાએ ફેલાવેલા ભારે આતંકને પગલે ભારે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

"જે રીતે ગામ લોકોનો દીપડાના હુમલાને લઈને મેસેજ આવતા વન વિભાગ સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને શોધવામાં સફળતા મેળવી હતી. પરંતુ દીપડાને પકડવામાં હજુ સુધી સફળતા મળી નથી. હાલ દીપડાના ગામમાં પ્રવેશ કરવાની જગ્યા પર ચાર જેટલા પિંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય વિસ્તાર માંથી પણ દિપડાને પકડી શકાય તે માટે આઠ જેટલા પિંજરા મંગાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સાતથી આઠ જેટલા દિપડાઓ હોઈ શકે છે જેને કારણે હિંસક બનેલા દિપડાને પકડી પાડવા માટે હાલ તુરંત વન વિભાગ કામગીરી કરી રહ્યું છે.--કે ડી પંપાણીયા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)

મૃતદેહ શેરડીના ખેતરમાંથી:રાત્રે બાળકને શોધખોળ કરતા તેનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવતા સમગ્ર ગામ ભારે શોકમાં ડૂબી ગયું હતું. તો આજે પહેલી સવારે ફરી એક વખત દીપડાએ પોતાના ઘરમાં આરામ કરી રહેલા 75 વર્ષના વૃદ્ધને ફાડી ખાવાના ઇરાદે ખૂબ જ હિંસક બનીને હુમલો કર્યો હતો. પરંતુ પરિવારના અન્ય સભ્યો હાજર હોવાના કારણે દીપડો વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચાડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેને પકડી પાડવા માટે વન વિભાગે આખા ગામમાં આઠ જેટલા પિંજરા ગોઠવી દીધા છે.

દિપડા ના હુમલા બાદ ભય થી થરથર કાંપતુ ગીરનુ મટાણા ગામ

દીપડાના હુમલાથી હાહાકાર: પાછલા બે મહિનાથી ગીરના જંગલોમાં દીપડાના હુમલાને કારણે ભારે હાહાકાર જોવા મળી રહ્યો છે. ગીર ગઢડા વિસ્તારના ગામોમાં દીપડાની દસ્તક અને શિકાર કરવાના ઇરાદે માનવ વસ્તી પર કરવામાં આવતા હુમલાને કારણે ગીર પંથકના આ વિસ્તાર ભારે ભય માં જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દીપડા એ શિકારનું નવું સરનામું શોધ્યું હોય તે પ્રકારે સુત્રાપાડા તાલુકાનું મટાણા ગામમાં 12 કલાક કરતાં ઓછા સમયમાં ખૂબ જ નિર્દયતાથી બાળક અને વૃદ્ધા પર શિકાર કરવાના ઇરાદે હુમલો કર્યો હતો. જેમાં બાળકનું મોત થયું છે. તો વૃદ્ધાને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. સતત વધી રહેલા દીપડાના હુમલાને કારણે ગીર પંથકના ગામોમાં ભારે ભયના ઓથાર નીચે લોકો જીવવા માટે મજબૂર બન્યા છે.

પરિવારજનોએ વ્યક્ત કર્યો આક્રોશ:12 કલાક કરતાં ઓછા સમયમાં મટાણા ગામમાં દીપડાના બે હુમલાથી ગ્રામજનો પણ ભારે આક્રોશમાં છે. ત્યારે વૃદ્ધાના પરિવારજન દીપુભાઈ નકુમે માધ્યમોને હુમલાને લઈને વિગતો આપતાં જણાવ્યું હતું કે, "12 કલાકની અંદર દીપડાએ કરેલા બે હુમલાને કારણે ગામ લોકો ભારે ભયમાં છે. હવે ગામના નાના-મોટા સૌ કોઈ ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે ત્યારે તાકીદે વન વિભાગ આ વિસ્તારમાં જોવા મળતા તમામ દિપડાને પાંજરે પૂરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

સગાએ વ્યક્ત કર્યો આક્રોશ:ગઈકાલે રાત્રિના સમયે દીપડાએ કરેલા હુમલામાં બે વર્ષના બાળકનું મોત થતા તેમના પરિવારજનો માનસિંહ જાદવે પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જણાવ્યું હતું કે, તેનું બાળક લઘુ શંકા કરવા માટે ઘરની બહાર નીકળ્યું અને શિકાર ની રાહમાં બેઠેલા દીપડાએ તુરંત તેને શિકાર બનાવીને જંગલ વિસ્તાર તરફ ખેંચીને લઈ ગયો ચાર પાંચ કલાકની ભારે જહેમત બાદ અંતે બાળકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જેને કારણે સમગ્ર પરિવારની સાથે ગામ પણ ભારે ઘેરા શોકમાં ડૂબી ગયું હતું.

  1. Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
  2. Navsari News : ચીખલીના ખૂંધ ગામે દીપડાએ ઝાડ પર અડીંગો જમાવ્યો
Last Updated : Aug 16, 2023, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details