ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર, કેરીના ખરણનું પ્રમાણ વધ્યું - બગીચાનાં ખેડૂતો ચિંતામાં મુકાયા

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારનાં આંબા વાડિયાનાં આંબાઓમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યાં છે. કારણ કે, કેસર કેરીના ખરણનું પ્રમાણ વધ્યું છે. આથી, કૃષિ યુનિવર્સિટી ખેડૂતોની વ્હારે આવી છે.

ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર
ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર

By

Published : Mar 24, 2021, 10:20 AM IST

  • ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર
  • વિષમ વાતાવરણના કારણે કેરીના ખરણનું પ્રમાણ વધ્યું
  • કેસર કેરી પકવતા ખેડૂતો અને ઇજારદારો ચિંતા માં મુકાયા

ગીર સોમનાથ:સમગ્ર ગીર વિસ્તારમાં આવેલા આંબાઓમાં હાલ કેસર કેરીમાં ઝાળી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં જોવા મળશે. પરંતુ, ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યાં છે. કારણ કે, કેરીના ખરણનું પ્રમાણ વધ્યું છે. જેથી, ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે. આ સમયે કૃષિ વૈજ્ઞાનિકો પણ આંબા પરથી થતું ખરણ અટકાવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે.

ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર

આ પણ વાંચો:કેરીનું ખરણ અટકાવવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા બાગાયત વિભાગ કાર્યરત

કેસર કેરી પકવતા ખેડૂતો અને ઇજારદારો ચિંતા માં મુકાયા

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષમાં ક્યારેય આટલી કેરી પુખ્ત થયા વગર ખરી નથી. તેટલી કેરી છેલ્લા 2 વર્ષથી ખરી રહી છે. આથી આંબા બગીચાનાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે, કેસરમાં જો આમજ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ? ગત વર્ષ કોરોનાં વાઇરસને લઈને લોકડાઉન થયું હતું. આથી, ખેડૂતો અને ઇજારદાર પણ યોગ્ય સમયે આંબાની યોગ્ય માવજત કરી શક્યા નહી. કોવિડ -19ની સાથે કુદરત પણ કોપાયમાન થયો હોય તેવું કેસર પકવતા ખેડૂતોને લાગી રહ્યું છે.

આ પણ વાંચો:ગીરમાં ચિકાર હરણે કેસર કેરીનો સ્વાદ માણવા લગાવી છલાંગ, તસવીર વાઇરલ

ખેડૂતો ની મદદે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો

કેસરમાં ખરણને લઈને કેરી પકવતા ગીરનાં ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે, કૃષિ યુનિવર્સિટી તેઓના સહારે આવતા કેસરમાં ખરણને અટકાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, છેલ્લા 15 દિવસથી આંબા વાડિયામાં ખેડૂતો અને ઇજારદારોને ખરણની સમસ્યા સતાવી રહી છે. આનું કારણ, એ છે કે, વર્તમાનમાં ગરમી અને સાથે સાથે દિવસે ભેજનું પ્રમાણ ઘટ્યું તેમજ રાત્રે અને વહેલી સવારે ઝાંકળ પડે છે. આ બાબતને લઈને આંબામાં ખરણનું પ્રમાણ વધ્યું છે. યુનિવર્સિટી કહ્યું કે, ખેડૂતોએ વર્તમાન સમયે આંબામાં જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ. સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે દવાનો છંટકાવ સુચવવામાં આવ્યો છે કે, 100 લીટર પાણીમાં ઈસાબિયન કન્ટેન્ટને 1 લિટર ઉમેરી તેનો આંબા પર છંટકાવ કરવાથી થોડી રાહત મળી શકે છે અને આંબામાં શરૂ થયેલું ખરણ અટકાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details