ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રભાસતીર્થમાં સોમનાથના સાનિધ્યમાં સંતોનો ભંડારો - શિવ ન્યૂઝ

મહાશિવરાત્રીનો ભવાનાથનો મેળો પૂર્ણ કરી દેશભરના સાધુ-સંતોએ સોમનાથમાં પધરામણી કરી હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાકાળી મંદિરે 13થી વધુ અખાડાના સાધુ-સંતો માટે સંત ભંડારો યોજાયો હતો. સોમનાથમાં બધા સંતો પરંપરા મુજબ પૂજા-અર્ચના કર્યા ત્યારબાદ પોતાના સ્‍થાનકો કે કુંભમેળામાં જવા રવાના થશે.

પરંપરા મુજબ સોમનાથમાં પધરામણી કરી પૂજા-અર્ચના કર્યા
પરંપરા મુજબ સોમનાથમાં પધરામણી કરી પૂજા-અર્ચના કર્યા

By

Published : Mar 18, 2021, 8:29 PM IST

  • સોમનાથના સાનિધ્યમાં 13થી વધુ અખાડાના સાધુ-સંતો માટે સંત ભંડારો યોજાયો
  • પરંપરા મુજબ સોમનાથમાં પધરામણી કરી પૂજા-અર્ચના કર્યા
  • ત્યારબાદ સાધુ-સંતો પોતાના સ્‍થાનકો કે કુંભમેળામાં જવા રવાના થશે

ગીર સોમનાથ: જૂનાગઢમાં ભનવાથમાં મહાશિવરાત્રીએ આવેલા દેશભરના જુદા-જુદા અખાડાઓના સંતો-મહંતો-સાધુઓએ ગઇકાલે પ્રાચીન પરંપરા મુજબ જગવિખ્‍યાત સોમનાથમાં પવિત્ર ત્રિવેણી ઘાટ નજીક આવેલા મહાકાળી મંદિરે પધરામણી કરી હતી. જયાં સાધુ-સંતો અને મહંતો માટે સેવાભાવીઓ દ્રારા સંત ભંડારો યોજાયો હતો.

આ પણ વાંચો:મહાશિવરાત્રી મેળામાં ભંડારાનું પણ છે વિશેષ મહત્વ

દેશભરના 13 અખાડાઓના સાધુ સંતો પધાર્યા

જેની વિગત આપતાં જૂના અખાડાના સંત દોલતગિરીજી બાપુ તથા મહાકાળી મંદિરના મહંત તપસી બાપુએ જણાવેલું કે, દેશભરના 13થી વધુ અખાડાઓના સંતો-મહંતો અહીં આવેલા છે. જેમાં પંચ દશનામ જૂના અખાડા, પંચ આવાહન અખાડા, અગ્નિ અખાડા, નિરંજની અખાડા, આનંદ અખાડા, નિર્વાણી અખાડા, અટલ અખાડાનો સમાવેશ થાય છે. દર વર્ષે આ તમામ અખાડાના સંતો શિવરાત્રી ઉપર જૂનાગઢમાં ગીરનાર ભવનાથ મંદિરે આવે છે. જ્યાં ભજન, કિર્તન, સત્સંગ, તપસ્યાઓ કરી મેળો પૂર્ણ થયા બાદ સર્વે સાધુઓ સતાધાર અને નજીકના સોરઠના તીર્થોના દર્શન-પૂજન કરવા તીર્થયાત્રા કરે છે. જે મુજબ સોમનાથના સાનિધ્યમાં સ્મશાન ઘાટ સ્થિત મહાકાળી મંદિરે સાધુ-સંતોનો સમુહમાં આવે છે. જેથી અહીયા ભવ્ય સંત ભંડારો યોજાયો હતો.

આ પણ વાંચો:સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 70 જેટલા દિવ્યાંગ બાળકોની શિવ ભક્તી

સંતો-મહંતોની મહેમાનગતિ

જેમાં મહંત દોલતગીરીજી મહારાજ, સેક્રેટરી મહંત રામેશ્વર પુરીજી મહારાજ, કમલનાથગીરીજી મહારાજ અને થાનાપતિ સહિત 13 અખાડાના સંતો ભંડારા-ભોજન પ્રસાદમાં ભાગ લે છે. તે પૂર્ણ કરી સર્વ સાધુઓ-સંતો પોત પોતાના સ્થાનકોએ અથવા કુંભ મેળામાં જવા રવાના થાય છે. જો કે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે આગલા વર્ષો કરતાં ઓછા સંતો આવ્યા છે, પરંતુ પરંપરા જળવાઇ રહી છે. બુધવારે આવેલા સંતોએ સોમનાથ મંદિરએ મહાદેવના દર્શન કરી પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટમાં સ્નાન કરેલું હતું. ત્‍યારબાદ શ્રી કૃષ્‍ણના દેહોત્‍સર્ગ તરીકે ઓળખાતા ભાલકા તીર્થ-ગીતામંદિર મંદિરના દર્શન કરેલા હતા. આ ધાર્મિક પ્રસંગે વેરાવળના ઉત્તમભાઇ મેઘાણી તથા સ્વયંસેવકોની ટીમે મેડિકલ દવાઓ અને સાધનો સાથે તાકીદે કંઇ જરૂર પડે તો સેવા કરવા ખડે પગે હાજર રહી હતી.

ABOUT THE AUTHOR

...view details