- ગીરગઢડાની ઓકિસજન બેંક દર્દીઓ માટે બની સંજીવની
- સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન સાથે 30 બેડ કાર્યરત
- દર્દીઓ અને સગા-સંબંધીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા
ગીર-સોમનાથઃ ગીરગઢડા તાલુકામાં સરકારી સામૂહિક આરોગ્ય સેન્ટર આવેલું છે. અચાનક જ કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તંત્રના અથાક પ્રયત્નો છતાં સરકારી ઓકિસજન ઓછો જ પડતો હતો. પરિણામે અનેક દર્દીઓ અહિંથી ઉના તેમજ વેરાવળ તરફ દોટ મૂકતા હતા અને ઓકિસજનના અભાવે આવા દરરોજના પાંચથી દસ દર્દીઓ મોતને ભેટતા હતા.
આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં વધારો, 222 નવા કેસ નોંધાયા
લંડનની દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટનો જનતાની સેવા કરવાનો મનસૂબો જાણી સંપર્ક કર્યો હતો
ગીરગઢડાના રહીશ એવા ડોકટર ધીરૂભાઈ દુધાત તેમજ સુરતના ડોકટર મુકુલ પટેલ દ્વારા લંડન સ્થિત દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ વિસ્તારની જનતાની સેવા કરવાનો મનસૂબો જાણી સંપર્ક કર્યો હતો અને એમના આર્થિક સહયોગથી ગીરગઢડામાં નિઃશુલ્ક ઓકિસજન બેંકની શરૂઆત કરવામાં આવી હતી.
કોરોનાના ઓકિસજન સાથે 30 બેડ શરૂ કરાયા હતા
111 જેટલા જમ્બો સિલિન્ડરની આ બેંક CHC સેન્ટરને સંજીવની પુરવાર થઈ અને તેનાથી સેન્ટરના તમામ મેડિકલ સ્ટાફમાં જોમ પુરાયું હતું. તેમની મહેનત અને સહકારથી કોરોનાના ઓકિસજન સાથે 30 બેડ શરૂ કરાયા હતા. આ તમામ બેડ ઓકિસજનની સગવડતા સાથે શરૂ કરાતા મૃત્યુ આંક ઘટ્યો છે.