ગીર સોમનાથઃ જિલ્લામાં લોકડાઉન અને ત્યાર બાદ સર્જાયેલી બેકારીની પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલો છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાનાં કુલ 13971 NFSA અંતર્ગત અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબો અને 1268 નોન NFSA કાર્ડધારકો મળી કુલ 1,40,969 રેશન કાર્ડ ધારકોને આજે સોમવારથી વાજબી ભાવની દુકાનેથી AAY કુટુંબોને કાર્ડ દીઠ 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ખાંડ-1 કિલો, 3થી વધુ વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ, કાર્ડ દીઠ 6 વ્યક્તિ સુધી 1કિલો મીઠુ 6થી વધુ વ્યક્તિ માટે 2 કિલો મીઠુ વિતરણ કરાશે.
અગ્રતા ધરાવતા કુટુંબો, NFSA/અને નોન NFSA માટે વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, કાર્ડદીઠ 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠુ વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખ્ખા, 1 કિલો તુવેરદાળ, ચણા વિતરણ કરવામાં આવશે.