ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રિટર્ન કેસમાં સેસન્સ કોર્ટે ફટકારી સજા - Former Vice President of Veraval Municipality

વેરાવળમાં ભાજપના નેતા અને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રીટર્નના બે જુદા-જુદા કેસમાં કોર્ટે એક વર્ષની સજા તથા 4 લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. આ હુકમ બાદ શહેરભરમાં અનેક વિધ ચર્ચાઓ જોરશોરથી ચાલુ થઇ છે.

વેરાવળ
વેરાવળ

By

Published : Mar 12, 2021, 4:26 PM IST

  • વેરાવળ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રિટર્ન કેસમાં સેસન્સ કોર્ટે ફટકારી સજા
  • પોલીસે આરોપી કિશોર સામાણીને કસ્ટડીમાં લઇ જેલ હવાલે કર્યો
  • વર્ષ 2017 માં નીચલી કોર્ટે કિશોર સામાણીને ફટકારી હતી સજા

ગીર સોમનાથઃ આ અંગે પ્રાપ્‍ત વિગતો અનુસાર વેરાવળ ભાજપના નેતા એવા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કિશોરભાઇ સામાણીએ મિત્રતા ખાતર સને 2010 આસપાસ તેમના મિત્ર જનક સોમૈયા પાસેથી હાથ ઉછીના 4 લાખ રૂપિયા લીધેલા હતા. જેના બદલમાં કિશોરભાઇએ HDFCNના રૂપિયા 3 લાખ અને રૂપિયા 1 લાખની રકમના બે ચેક જનકભાઇને આપેલા હતા. જે બંન્‍ને ચેક રીટર્ન જનકભાઇએ વેરાવળની કોર્ટમાં નેગોશિએબલ ઇન્‍સ્‍ટુમન્‍ટ એકટ મુજબ બે કેસ દાખલ કરેલા હતા. આ કેસ વેરાવળના મહે.જયુડી.(ફ.ક.)ની કોર્ટમાં ચાલી જતા ન્‍યાયાધીશ સાહેબ દ્વારા કિશોર સામાણીને બંન્‍ને ફોજદારી કેસમાં તકસીરવાન ઠેરવી અનુક્રમે એક કેસમાં 3 લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા તથા બીજા કેસમાં 1 લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.

બંન્‍ને ફોજદારી કેસમાં દંડ તથા સાદી કેદની સજા કરવામાં આવી

જેની સામે કિશોર સામાણી દ્વારા 2017માં સેશન્‍સ કોર્ટમાં ફોજદારી ક્ર‍િમીનલ અપીલ કરી હતી. આ બંન્‍ને અપીલ ત્રીજા એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ બી.એલ.ચૌઇથાણી સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી જનકભાઇ તરફથી એડવોકેટ રીતેશભાઇ પંડયા, તેજસભાઇ પંડયા, પરેશ ટીમાણીયા, રમેશ પંડીતની ટીમોએ દલીલો કરી હતી. જેના આધારે કિશોર સામાણીને તકસીરવાન ઠેરવી નીચલી કોર્ટની બંન્‍ને ફોજદારી કેસમાં અનુક્રમે એક કેસમાં 3 લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા તથા બીજા કેસમાં 1 લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા અને જો રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કાયમ રાખેલ હતો.

આરોપી કિશોર સામાણીને કરાયો જેલ હવાલે

હાલ કિશોર સામાણીને જેલ વોરંટ ભરી કસ્‍ટડીમાં લઇ જેલ હવાલે કરેલો હોવાનું જણાવવામાં આવ્યું છે. ફરીયાદીના વકીલ રીતેશ પંડયાએ વધુમાં જણાવ્યું કે, કિશોર સામાણીએ દંડની 4 લાખની રકમ ઉપરાંત જનકભાઇ પાસેથી લીધેલી 4 લાખ પણ આપવાનું કોર્ટે જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details