ગુજરાત

gujarat

ETV Bharat / state

Makar Sankranti 2023 : ગગનમાં સપ્તરંગી પતંગો ચગાવીને વિદેશીઓએ માણ્યો આનંદ - International Kite Festival 2023

સોમનાથના સદભાવના મેદાન પર આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું (International Kite Festival in Somnath) આયોજન થયું હતું. જ્યાં 15 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓએ પતંગ મહોત્સવ માણ્યો હતો. જેમાં વિદેશીઓએ પતંગ ચગાવીને આહલાદક અનુભવ વ્યક્ત કર્યો હતો. (Somnath Makar Sankranti 2023)

Makar Sankranti 2023 : ગગનમાં સપ્તરંગી પતંગો ચગાવીને વિદેશીઓએ માણ્યો આનંદ
Makar Sankranti 2023 : ગગનમાં સપ્તરંગી પતંગો ચગાવીને વિદેશીઓએ માણ્યો આનંદ

By

Published : Jan 11, 2023, 10:10 PM IST

Updated : Jan 11, 2023, 10:33 PM IST

સોમનાથના સદભાવના મેદાન પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

સોમનાથ : સોમનાથ ખાતે વર્ષ 2023નો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારત સહિત વિશ્વના 15 કરતાં વધુ દેશોના પતંગબાજોએ આજના આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. ખાસ પતંગ મહોત્સવમાં હાજરી આપવા માટે આવેલી પોલેન્ડની પતંગ બાદ લ્યુનિયાએ આજનો પતંગ મહોત્સવ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ અને આઝાદીનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેવો સોમનાથની ભૂમિ પરથી પતંગ મહોત્સવને લઈને તેનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

પતંગ મહોત્સવ શાંતિ પ્રેમ અને આઝાદીનું પ્રતીકઆંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભારત સહિત સમગ્ર વિશ્વના 15 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓએ આ મહોત્સવમાં ભાગ લઈને પોતાના દેશની પતંગ કળાને રજૂ કરી હતી. અવનવી ડિઝાઇન અને આકારના પતંગો સોમનાથના ગગનમાં ચગતા જોઈને સોમનાથ વાસીઓ પણ પતંગ મહોત્સવની સાથે પોતાની જાતને જોડી રહ્યા હતા. આ પતંગ મહોત્સવમાં ભારતમાં આયોજિત થનાર આગામી g20 શિખર સંમેલનને પણ સ્થાન મળ્યું છે. કેટલાક પતંગબાજોએ જી-20 શિખર સંમેલનની ઝાંખીના રૂપે પતંગ ચગાવીને આંતરરાષ્ટ્રીય આયોજનને લોકો સમક્ષ મૂક્યું હતું

આ પણ વાંચોMakar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ

પોલેન્ડની પતંગબાજે વ્યક્ત કર્યો તેમનો અનુભવસોમનાથ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડથી આવેલી મહિલા પતંગબાજ લ્યુનિયાએ પતંગ મહોત્સવને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સોમનાથનો પતંગ મહોત્સવ સમગ્ર વિશ્વ માટે શાંતિ પ્રેમ અને આઝાદીનો સંદેશો લઈને આવ્યો છે. સોમનાથ ધાર્મિકની સાથે ઐતિહાસિક મહત્વ ધરાવતી ભૂમિ છે, ત્યારે આ ભૂમિ પર આવીને પતંગ ચગાવવાનો અનુભવ તેના જીવનની યાદગાર ક્ષણ સાથે જોડાયેલો છે. પ્રથમ વખત ભારતના પ્રવાસે આવી છે. ભારતનું અતિથ્ય અને લોકોની ભાવના તેમના હૃદય સુધી પહોંચી ગઈ છે. જેને કારણે ભારતનું માન અને સન્માન તે જીવન પર્યંત પોતાના હ્રદયમાં સાચવીને રાખશે તેવો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો હતો. (Foreigners kite festival in Somnath)

આ પણ વાંચોMakar Sankranti 2023 : મેગાસિટીમાં 140થી 150 રૂપિયામાં એક પતંગ વહેંચાઈ રહી છે

બેંગ્લોરના પતંગબાજ ડી.કે. રાવે વ્યક્ત કર્યો તેમનો અભિપ્રાયપતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવેલા બેંગલોરના ડી.કે. રાવે પતંગ ચગાવવાને લઈને તેમના રાજ્યની સંસ્કૃતિ અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંક્રાંતિના દિવસો દરમિયાન પ્રત્યેક બેંગ્લોર વાસી ઉપવાસ કરે છે અને પોતાના હાથે બનાવેલી પતંગ ચગાવે છે. આ દરમિયાન એક પણ પતંગબાજ અન્ય પતંગ સાથે પેચ લડાવતા નથી. માત્ર પતંગ ચગાવીને સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું રહે તેને જોવાનો આહલાદક અનુભવ કરે છે.

Last Updated : Jan 11, 2023, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details