- ગિરનારમાં પડેલા અતિભારે વરસાદને (Heavy Rain) કારણે ભવનાથ મંદિર (Bhavnath Mahadev Temple) થયું જળબંબાકાર
- ઈતિહાસમાં પહેલી વખત પાણી ભરાવાના કારણે મંદિર બંધ કરાયું
- મંદિરના પ્રાંગણમાં ઘુટણસમા પાણી ભરાતા ભક્તોને તકલીફ ન પડે તે માટે મંદિર બંધ
ગીરસોમનાથઃ ગિરનાર પર્વત (Girnar Mountain) પર અતિભારે વરસાદને કારણે અતિપ્રાચીન અને ભવનાથ મહાદેવ મંદિર (Bhavnath Mahadev Temple) પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે ઈતિહાસમાં પહેલી વખત આ મંદિર ભક્તો માટે બંધ (Temple Closed) કરવામાં આવ્યું છે. કારણ કે, મંદિરના પ્રાંગણમાં ચારેતરફ પાણીની ચાદર જોવા મળી રહી છે.
ગિરનાર પર્વત પરથી પાણીનો પ્રવાહ ભવનાથ મંદિરમાં આવ્યો
ગઈકાલે રાતથી (બુધવાર) જૂનાગઢ શહેર અને ખાસ કરીને ગિરનાર પર્વત (Girnar Mountain) પર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાંજના સમયે 2 કલાક ધોધમાર વરસાદ (Heavy Rain) પડતા ગિરનાર પર્વત (Girnar Mountain) પર ધસમસતો પાણીનો પ્રવાહ ભવનાથ મંદિર તરફ આવ્યો અને મંદિરમાં ઘૂટણસમા પાણી ભરાઈ ગયું હતું. આથી ભાવિકોને દર્શન માટે ખૂબ હાલાકી પડી હતી. કોઈ પણ સંભવિત અકસ્માતની પરિસ્થિતિને ધ્યાને લઈને મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાયો હતો.