- કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની જિલ્લા પંચાયતમાં ચૂંટણી
- પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
- ભાજપના બન્ને નેતાના કબજામાં પ્રમુખ-ઉપપ્રમુખનું પદ
દીવઃ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદે ભાજપના ચૂંટાયેલા સભ્યોની વરણી કરવામાં આવી છે. આ બન્ને પદ પર ભાજપે કબજો જમાવી લીધો છે. હાલમાં જ દીવ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં જિલ્લા પંચાયતની કુલ 8 બેઠક પૈકી 5 ભાજપ અને 3 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે મંગળવારે પંચાયત પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં દીવના વણાકબારા બેઠકના ભાજપના અમૃતાબેન અમરતલાલને જિલ્લા પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટી કઢાયા છે. તો ઉપ-પ્રમુખ તરીકે શશિકાન્ત માવજીભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે.