- 50 PGVCL તેમજ 20 જેટકોની ટીમ દ્વારા સમારકામની કાર્યવાહી શરૂ
- વીજ પુરવઠા ચાલુ કરવા ઉના શહેરને પ્રાથમિકતા: ઉર્જા પ્રધાન
- ગીરગઢડા અને ઉના તાલુકાના 16 સબ સટેશન ખોરવાયા છે
ગીર-સોમનાથઃ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે વધુ પ્રભાવિત થયેલા ઉના તાલુકાના કંસારી ખાતે આવેલા 220 કે.વી. સબ સ્ટેશનની મુલાકાત લઇ બેઠક યોજવામાં આવી હતી. ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકાના 16 સબ સટેશન ખોરવાયા છે, તેનું તાત્કાલિક સમારકામ કરી પુરવઠો શરૂ કરવા સુચના આપવામાં આવી હતી.
ઉના તાલુકામાં વાવાઝોડાની અસરના પગલે ઉર્જામંત્રી સૈારભભાઇ પટેલે 220કે.વી.સબ સ્ટેશન ખાતે બેઠક યોજી આ પણ વાંચોઃતૌકતેની અસરથી તરબતર થયા બાદ વડોદરામાં પીવાના પાણીની મોંકાણ
9 ગામોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે
ત્રણ તાલુકામાં ડેમેજ થયેલા 4500 વીજ પોલ અને 400 ટ્રાન્સફોર્મર વહેલી તકે બદલી ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પુર્વવત કરવા જણાવ્યું હતું. આ ત્રણ તાલુકા પૈકી કોડીનાર શહેર તેમજ 9 ગામોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 'તૌકતે' વાવાઝોડાને કારણે સલામત સ્થળે ખસેડાયેલા જસદણ અને વિછીંયા તાલુકાના 1,208 લોકોની કરાઈ ઘર વાપસી
આ બેઠકમાં વીજ અધિકારીઓ હાજર રહ્યા હતા
ઉના શહેરના 50 ટ્રાન્સફોર્મર અને 250 વીજ પોલ બદલવા માટે યુદ્ધના ધોરણે 35 ટીમો દ્વારા સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે, જે બે દીવસમાં પુર્ણ થશે. આ બેઠકમાં મુખ્ય ઇજનેર ઝેટકોના કે.આર.સોલંકી, એન.આઇ.ઉપાધ્યાય, વાય.આર.જાડેજા સહિતના વીજ અધિકારીઓ હાજર રહ્યા હતા.