ગુજરાત

gujarat

ETV Bharat / state

Fisherman killed in Pakistani Jail: ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારનું શંકાસ્પદ મોત, એક મહિને મોતની જાણ થતાં પરિવારમાં આક્રોશ - ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડર પર

ગીર સોમનાથના માછીમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કારણ કે, આ પરિવારના એક માછીમાર ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાનની જેલમાં (Suspected death of fisherman imprisoned in Pakistani jail) હતા. જોકે, ત્રણ વર્ષ પછી તે તો પરત ન આવ્યા, પરંતુ પરત આવ્યો તો માત્ર તેમનો (Fisherman killed in Pakistani Jail) મૃતદેહ. આના કારણે પરિવાર સહિત માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. આ પરિવારને માછીમારના મૃત્યુના સમાચાર પણ એક મહિના પછી મળ્યા હતા.

Fisherman killed in Pakistani Jail: ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારનું શંકાસ્પદ મોત, એક મહિના મોતની જાણ થતા પરિવારમાં આક્રોશ
Fisherman killed in Pakistani Jail: ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારનું શંકાસ્પદ મોત, એક મહિના મોતની જાણ થતા પરિવારમાં આક્રોશ

By

Published : Jan 18, 2022, 12:15 PM IST

Updated : Jan 18, 2022, 4:52 PM IST

ગીર સોમનાથઃ જિલ્લાના સૂત્રાપાડા બંદરના માછીમારનું પાકિસ્તાન જેલમાં શંકાસ્પદ મૃત્યુ નીપજ્યાના (Suspected death of fisherman imprisoned in Pakistani jail) સમાચાર મળ્યા હતા. ત્યારબાદ તેમના પરિવાર સહિત માછીમાર સમાજમાં શોકની લાગણી (Outrage in the fishing community in Gir Somnath) પ્રસરી છે. મૃતક માછીમાર ત્રણ વર્ષથી પાકિસ્તાન જેલમાં બંદીવાન હતો. જોકે, માછીમાર તો પરત ન આવ્યો, પરંતુ પરત આવ્યો તો તેમનો મૃતદેહ.

Fisherman killed in Pakistani Jail: ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારનું શંકાસ્પદ મોત, એક મહિના મોતની જાણ થતા પરિવારમાં આક્રોશ

આ પણ વાંચો-15 ઓગસ્ટે પાકિસ્તાનમાં કેદ 558 ભારતીય માછીમારોને છોડાવવાની પરિવારજનોએ કરી માગ

માછીમાર સમાજે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો

બીજી તરફ પરિવારે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, સરકાર કોઈ પણ હોય, પરંતુ મોતનો મલાજો તો જાળવો. તો માછીમારના મૃતદેહને લેવા ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડર (Fisheries Department team at Wagha Border) પહોંચી છે. જ્યારે માછીમારનું મૃત્યુ કઈ રીતે થયું તે અંગેનું કારણ હજી પણ અકબંધ (Suspected death of fisherman imprisoned in Pakistani jail) છે.

આ પણ વાંચો-પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં

મૃતક માછીમારના મૃત્યુનું કારણ અકબંધ

આ અંગે મળતી વિગત મુજબ, જિલ્લાના સૂત્રાપાડા બંદરના જેન્તી કરસન સોલંકી નામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ નીપજ્યું (Suspected death of fisherman imprisoned in Pakistani jail) છે. આ માછીમાર ગયા વર્ષે પોરબંદરની રસૂલ સાગર નામની ફિશિંગ બોટમાં માછીમારી માટે ગયો હતો. પ્રથમ ટ્રીપમાં જ ભારતીય જળ સીમા નજીકથી આ બોટ અને તેમાં રહેલા માછીમારોનું પાકિસ્તાન મરિન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરાયું હતું. ત્યારબાદ છેલ્લા એક વર્ષથી તે પાકિસ્તાન જેલમાં બંધક હતો. જોકે, માછીમાર જેન્તી સોલંકીના મોતનું કારણ હજી અકબંધ (Suspected death of fisherman imprisoned in Pakistani jail) છે. સંભવતઃ આજે મૃતક માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડરે (Fisheries Department team at Wagha Border) ભારતને સોંપશે, જેથી સ્થાનિક ફિશરીઝ વિભાગની ટીમ વાઘા પહોંચી હોવાથી ત્યાંથી મૃતક માછીમારના મૃતદેહનો કબજો સંભાળી સુત્રાપાડા ખાતે લઈ આવશે.

મૃતક માછીમારનો પરિવાર શોકમાં ગરકાવ

વધુમાં મૃતક માછીમાર જેન્તી કરશન સોલંકી મૂળ સંઘ પ્રદેશ દિવના વણાંકબારાનો છે અને હાલ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં સાસરે પરિવાર સાથે રહેતો હતો. માછીમાર જેન્તી કરશન સોલંકીનું પાકિસ્તાનની જેલમાં શંકાસ્પદ મૃત્યુના સમાચાર (Suspected death of fisherman imprisoned in Pakistani jail) મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું હોય તેમ બધા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

Last Updated : Jan 18, 2022, 4:52 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details