- કોરોના સંક્રમણ એ લીધો માછીમારી ઉદ્યોગનો પણ ભોગ
- છેલ્લા 8 મહિનાથી ચાઇના સહિત વિશ્વના દેશોમાં માછલીઓની નિકાસ અટકી
- માછલીની નિકાસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના કરોડો રૂપિયા પણ વિશ્વના દેશોમાં ફસાયા
- કોવીડ 19ને લઈને બે થી વધુ મહિનાથી વેરાવળના ઉદ્યોગકારોના કન્ટેનરો ચાઇનામાં ફસાયા
ગીર સોમનાથઃ કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં ધંધા અને રોજગાર પડી ભાંગતા જોવા મળી રહ્યા છે. જેથી સમગ્ર વિશ્વમાં રોજગારીને ટકાવી રાખવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે ત્યારે ગીર-સોમનાથ જિલ્લાની કરોડરજ્જુ સમાન અને જિલ્લાનો એકમાત્ર રોજગારી આપતો સ્થાનિક માછીમારી ઉદ્યોગ આજે સંકટમાં જોવા મળી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં વેરાવળ બંદર પરથી માછલીઓની જે નિકાસ કરવામાં આવી રહી હતી તે છેલ્લા દસ મહિનાથી કોરોના સંક્રમણને કારણે સદંતર બંધ જોવા મળી રહી છે, જેને કારણે વેરાવળ બંદર પરથી વિશ્વના અનેક દેશોમાં માછલીઓની નિકાસ કરતા ઉદ્યોગકારો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે.
કોરોના સંક્રમણ બાદ વિશ્વના દેશોમાં અને ખાસ કરીને ચાઇનામાં માછલીઓની આયાત 40 ટકા જેટલી ઘટી છે, જેને કારણે માછલીઓની નિકાસને લઇને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. કોવીડ તપાસ બાદ વધુમાં વધુ એક દિવસમાં 20 થી લઈને 40 જેટલા કન્ટેનરોની તપાસ કર્યા બાદ ચાઈના સહિત વિશ્વના કેટલાક દેશોમાં સંભાળવામાં આવે છે જેને કારણે છેલ્લા બે મહિનાથી વેરાવળ બંદર પરથી રવાના થયેલા ચાઇના અને અન્ય દેશોના બંદરો પર વેરાવળના કન્ટેનર ત્યાં ફસાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે માછલીઓની નિકાસનું એકમાત્ર સાધન સમાન કન્ટેનરની પણ તીવ્ર અછત સર્જાઇ રહી છે.
વેપારીઓ પેમેન્ટ વગર માછલી આપવાની વાત કરી રહ્યા છે