સોમનાથ: શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાયં શૃંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવ્યું હતું. સોમવારે મહાદેવને ભક્તો દ્વારા 11 જેટલી ધ્વજા પૂજા કરવામાં આવી હતી. સાંજે આરતી પહેલા પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવની મહાપૂજા કરી હતી.
જાણો સોમનાથમાં શ્રવણનો પ્રથમ સોમવાર કેવો રહ્યો - શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
સોમનાથમાં શ્રવણ માસનો પ્રથમ સોમવાર હોય ત્યારે સામાન્ય દિવસોમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઊમટતા હોય છે. પણ કોરોનાની કપરી પરિસ્થિતિમાં યાત્રીઓની સંખ્યા ઘટી છે. છતાં સોમનાથમાં યાત્રીઓની આસ્થા અકબંધ રહી છે. જાણો સોમનાથમાં શ્રાવણનો પ્રથમ સોમવાર કેવો રહ્યો.
સોમનાથમાં શ્રવણનો પ્રથમ સોમવાર
સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-30 સુધી દસ હજારથી વધુ ભક્તો આવ્યા હતા. જે પૈકી 3,746 ભક્તોએ પ્રથમ સોમવાર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.