ગીર સોમનાથમાં કોરોનાનો પ્રથમ કેસ, જિલ્લામાં ખળભળાટ - First case of Corona in Gir Somnath
ગુજરાતમાં કોરોનાના કેસ 55ને પાર પહોંચ્યા હતા, પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટને બાદ કરતાં કોઇપણ જિલ્લામાં કોરોનાનો કોઈપણ કેસ નહોતો નોંધાયો. પણ આજે સાંજે ગીરસોમનાથમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. આ તકે લોકડાઉનને હળવાશમાં લેનાર પ્રજાને કોરોનાના સાચા ભયથી સાક્ષાત્કાર થયો હતો.
ગીર સોમનાથ
ગીર સોમનાથ : સાઉદી અરેબિયા અને દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 65 વર્ષીય વૃદ્ધ જેઓ અંદાજે 20 દિવસ પેહલા વેરાવળ આવ્યા હતા. તેઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં પ્રથમ કેસ નોંધવા પામ્યો હતો.